________________
અમાદસ્થાન
૨૧૯
(૨) સંપૂર્ણ જ્ઞાનના પ્રકાશથી, અજ્ઞાન અને મેહના સંપૂર્ણ ત્યાગથી તેમજ
રાગ અને દ્વેષના ક્ષયથી એકાંત સુખકારી મોક્ષપદ પામી શકાય છે.
તે મેક્ષપદ પામવાના ઉપાય કયા તે બતાવે છે. (૩) બાલજીવોના સંગથી દૂર રહેવું, ગુરુજન અને વૃદ્ધ–અનુભવી મહાપુરુષોની
સેવા કરવી તથા એકાંતમાં રહી શૈર્યપૂર્વક સ્વાધ્યાય–સૂત્ર તથા તેનાં ગંભીર .
અર્થનું ચિંતન કરવું એ જ મોક્ષને માગ (ઉપાય) છે. (૪) વળી સમાધિની ઈરછાવાળા તપસ્વી સાધુએ પરિમિત અને શુદ્ધ આહાર
ગ્રહણ કરવો, નિપુણુર્થ બુદ્ધિવાળા (મુમુક્ષુ) સાથીદારને શોધો અને સ્થાન
પણ એકાંત (ધ્યાન ધરવા લાયક) ઈચ્છવું જોઈએ. (૫) જો ગુણથી અધિક કે ગુણથી સમાન નિપુણ સાથીદાર ન મળે તે કામ
ભેગોમાં નિરાસક્ત થઈને અને પાપોને દૂર કરીને એકલા (રાગષ રહિત) પણ શાંતિપૂર્વક વિચરવું.
ધ : સાધકને સહાયકની અપેક્ષા રહે છે. પરંતુ તે સહચારી જે ન મળે તે એકલું રહેવું પણ દુગુણીને સંગ ન કરવો. અહીં એક ચર્યાનું વિધાન - નથી પણ ગુણના જ સહવાસમાં રહેવું તે ભાર આપવા માટે એક શબ્દનું વિધાન છે. (૬) જેમ ઈડામાંથી પક્ષી અને પક્ષમાંથી ઈડ એમ પરસ્પર કાર્યકારણુ ભાવ
છે તે જ પ્રમાણે મોહમાંથી તૃષ્ણ, અને તૃષ્ણમાંથી મેહ એમ પરસ્પર
જન્યજનક ભાવ મહાપુરુષોએ કહ્યો છે. (૭) તેમ જ રાગ અને ષ એ બને જ કર્મના બીજરૂપ છે. કમ એ મેહથી
ઉત્પન્ન થાય છે અને કર્મ એ જન્મમરણનું મૂળ પણ છે. જન્મમરણ એ દુઃખ ઉત્પન્ન થવાનો હેતુ છે, એ પ્રમાણે જ્ઞાની પુરુષો કહે છે.
નેંધ : દુઃખનું કારણ જન્મમરણ. જન્મમરણનું કારણ કર્મ, કર્મનું કારણ મેહ અને મેહનું કારણ રાગષ. આ રીતે રાગષ એ જ આખા સંસારનું મૂળ છે. (૮) દુઃખ તેનું હણ્યું હોય છે કે જેને મોહ થતો નથી તેમ મોહ પણ તેને
હણ હોય છે કે જેના હૃદયમાંથી તૃષ્ણને દાવાનળ બુઝાય છે અને તૃષ્ણા પણ તેની હણાઈ છે કે જેને પ્રભુને પજવતાં નથી. અને જેને .
લભ હણાયો છે તેને કશું (આસક્તિ જેવું હોતું નથી. ૯) માટે રાગ, દ્વેષ અને મેહ, એ ત્રણેને મૂળ સહિત ઉખેડવાની ઈચ્છાવાળા
સાધકે જે જે ઉપાયે સ્વીકારવા જોઈએ તેનું કમપૂર્વક હું વર્ણન કરું છું. (૧૦) વિવિધ જાતના રસો (રસવાળા પદાર્થને કલ્યાણથીઓએ ભોગવવા નહિ..
કારણ કે રસો ઈદ્રિને ઉત્તેજિત કરનારા નીવડે છે અને સ્વાદુ ફળવાળા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org