________________
ઉત્તરાયયન સૂત્ર
સુધર્મ સ્વામીએ જંબુસ્વામીને કહ્યું : હે આયુષ્યમાન ! તે ભગવાન મહાવીરે આ પ્રમાણે કહેલું તે મેં સાંભળ્યું છે. અહીં ખરેખર શ્રમણ ભગવાન કાશ્યપ મહાવીરે સમ્યકત્વ પરાક્રમ નામનું અધ્યયન વર્ણવ્યું છે.
જેને સુંદર રીતે સાંભળીને તેના પર વિશ્વાસ અને શ્રદ્ધા લાવીને, (અડગ વિશ્વાસ લાવીને) તેની રુચિ જમાવીને, તેને સ્પર્શ કરીને, તેનું પાલન કરીને, તેનું શેધિન, કીર્તન અને આરાધના કરીને તેમજ (જિનેશ્વરની) આજ્ઞાપૂર્વક અનુ પાલન કરીને ઘણા જીવો સિદ્ધ, બુદ્ધ, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે અને સર્વ દુઃખને અંત કરે છે.
તેનો આ અર્થ આ પ્રમાણે ક્રમથી કહેવાય છે. જેમકે (૧) સંગ (મોક્ષાભિલાષ), (૨) નિર્વેદ (વૈરાગ્ય), (૩) ધર્મશ્રદ્ધા, (૪) ગુરુસાધર્મિક શુશ્રુષણ (મહાપુરુષ અને સહધમીઓની સેવા), (૫) આલોચના (ાની વિચારણું), (૬) નિન્દા (દાની નિન્દા-આત્મનિંદા), (૭) ગહ (દેષ પ્રત્યે તિરસ્કાર), (૮) સામાયિક (આત્મભાવમાં લીન થવાની ક્રિયા), (૯) ચતુવિંશતિસ્તવ (ચવીશ તીર્થકરોની સ્તુતિ, (૧૦) વંદન, (૧૧) પ્રતિક્રમણ (પાપનું પ્રાયશ્ચિત કરવાની ક્રિયા), (૧૨) કાયોત્સર્ગ, (૧૩) પ્રત્યાખ્યાન (પ્રતિજ્ઞા લેવી), (૧૪) સ્તવ સ્તુતિમંગળ (ગુણીજનની
તુતિ), (૧૫) કાલ પ્રતિલેખના (સમય નિરીક્ષણ), (૧૬) પ્રાયશ્ચિતકરણ (પ્રાયશ્ચિત્તની ક્રિયા), (૧૭) ક્ષમાપના, (૧૮) સ્વાધ્યાય, (૧૯) વાચન, (૨૦) પ્રતિપ્રચ્છના (પ્રશ્નોત્તર), (૨૧) પરિવર્તના (અભ્યાસનું પુનરાવર્તન) (૨૨) અનુપ્રેક્ષા (ઊંડું ભિન્ન ભિન્ન ચિંતન), (૨૩) ધર્મકથા, (૨૪) શાસ્ત્ર આરાધના (જ્ઞાનપ્રાપ્તિ), (૨૫) ચિત્તની એકાગ્રતા, (૨૬) સંયમ, (૨૭) તપ, (૨૮) વ્યવદાન (કર્મનું વિખરાવું), (૨૯) સુખશાય (સંતોષ), (૩૦) અપ્રતિબદ્ધતા (અનાસક્તિ), (૩૧) એકાંત આસન, શયન અને
સ્થાનનું સેવન, (૩૨) વિનિવના (પાપક્રિયાથી નિવૃત્ત થવું), (૩૩) સંભોગ પ્રત્યાખ્યાન (સ્વાવલંબન), (૩૪) ઉપધિ પ્રત્યાખ્યાન (અનાવશ્યક વસ્તુઓનો ત્યાગ અથવા વસ્ત્ર, પાત્ર ઇત્યાદિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org