________________
અધ્યયન : ઓગણત્રીસમું સભ્ય કુત્વ પર કે મ
પરાક્રમ, શક્તિ કે સામર્થ્ય તે જીવમાત્રમાં છે, પરંતુ વિશ્વમાં તેનો ઉપયોગ જુદી જુદી રીતે જુદા જુદા રૂપે થતો દેખાય છે. તે જ જીની ભિન્ન ભિન્ન ભૂમિકાઓ સૂચવે છે. જે શસ્ત્ર અન્ય પર ન વાપરતાં પિતા પર જ વાપરે છે તે શૂર ન ગણાતાં મૂખમાં ખપે છે. તે જ પ્રકારે પ્રાપ્ત થયેલાં તરવાનાં સાધનેથી પોતે જ ડૂબે છે તે બાલજીવ કહેવાય છે.
જ્યારે બાલભાવ મટે છે ત્યારે સાથે સાથે તેની દ્રષ્ટિ પણ પલટે છે. આ સ્ટિને જૈનદર્શન સમતિ–ષ્ટિ કહે છે. એ દષ્ટિ પામ્યા પછી જે પુરુષાર્થ થાય છે તે જ સાચે પુરુષાર્થ કે સાચું પરાક્રમ કહેવાય છે.
જીવ માત્ર સાધક છે સંસાર એ સાધનાની ભૂમિકા છે. તેમાં પણ મનુષ્યભવ એ સાધનાનું ઉચ્ચ ક્ષેત્ર છે. ત્યાં મળેલાં સાધન સુમાર્ગે પ્રયુક્ત થાય તે સાધકની સાધના સફળ થઈ તે શીધ્ર પિતાનું કલ્યાણ સાધે છે.
જેમ જી ભિન્ન ભિન્ન તેમ તેનાં સાધનામાં અને પ્રકૃતિમાં પણ ભિન્નતા છે. તેથી સમકિત પરાક્રમનાં ભિન્ન ભિન્ન સાધનો ભિન્ન ભિન્ન રૂપે અહીં ૭૩ ભેમાં બતાવ્યાં છે. જેમાંનાં કેટલાંક સામાન્ય, કેટલાંક વિશેષ અને કેટલાંક વિશેષતર કઠિન છે તો તે પૈકી પિતપતાને ઈષ્ટ સાધનોનું શોધન કરી પ્રત્યેક સાધકે પુરુષાર્થમાં પ્રયત્ન કરે અને વિચારવું અતિ અતિ આવશ્યક છે. ઉ. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org