________________
ક્ષમા અતિ
(૧૦) પદાર્થની ક્રિયાઓનાં પરિવર્તન પરથી સમયની જે ગણતરી થાય છે તે જ
કાળનું લક્ષણ છે. ઉપયોગ (જ્ઞાનાદિ વ્યાપાર) જીવનું લક્ષણ છે. અને તે - જ્ઞાન, દર્શન, સુખ અને દુઃખથી વ્યક્ત થાય છે. (૧૧) જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિર્ય અને ઉપયોગ એ જીવનાં વિશિષ્ટ :
લક્ષણો છે. (૧૨) શબ્દ, અલંકાર, પ્રકાશ, કાંતિ, છાયા, તાપ, વર્ણ (પીળો, ધોળો વગેરે રંગ) ગંધ, રસ અને સ્પર્શ એ બધાં પુદ્ગલેનાં લક્ષણ છે.
ધઃ પુદ્ગલ એ જૈનદર્શનમાં જડ પદાર્થમાં વપરાતે પારિભાષિક શબ્દ છે. (૧૩) એકઠું થવું, વિખરાવું, સંખ્યા, આકાર (વણદિને) સંગ તથા વિભાગ
એ બધી ક્રિયાઓ પર્યાયોની બેધક છે. માટે તે જ તેનું લક્ષણ ધારવું. (૧૪) જીવ, અજીવ પુણ્ય, પાપ, આત્રત્વ, સંવર, નિજેરા, બંધ અને મોક્ષ એ
નવ તો છે. (૧૫) સ્વાભાવિક રીતે જાતિસ્મરણ જ્ઞાન ઇત્યાદિથી) કે કેઈના ઉપદેશથી ભાવ.
પૂર્વક તે બધા પદાર્થોની યથાર્થ શ્રદ્ધા થવી તે સ્થિતિને મહાપુરુષોએ સમક્તિ કહી છે.
નોંધ : સમક્તિ એટલે સમ્યકત્વ યથાર્થ આત્મભાન. જૈન દર્શનમાં વર્ણન વેલાં ૧૪ ગુણસ્થાનકોમાં ચોથે ગુણસ્થાનકથી જ આત્મવિકાસ શરૂ થાય છે. તે શરૂઆતને સમક્તિ કહેવાય છે. (૧૬) (૧) નિસગરુચિ, (૨) ઉપદેશરુચિ, (૩) આજ્ઞારુચિ, (૪) સૂત્રરુચિ, (૫)
બીજરૂચિ, (૬) અભિગમરુચિ, (૭) વિસ્તારરુચિ, (૮) ક્રિયારુચિ, (૯) સંક્ષેપરુચિ અને (૧૦) ધર્મરુચિ. આ દસ રુચિઓથી સમકિત તરતમ ભાવે
પમાય છે. (૧૭) જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા બંધ અને મોક્ષ. ' એ નવ પદાર્થોને યથાર્થ રીતે જાતિસ્મરણાદિ જ્ઞાન કરીને જાણ્યા પછી તે
પર શ્રદ્ધા થાય તે નિસરુચિ કહેવાય છે. (૧૮) જે પુરુષ જિનેશ્વરએ યથાર્થ અનુભવેલા ભાવોને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી
અને ભાવથી પોતાની મેળે જ જાતિસ્મરણાદિ જ્ઞાન (નિમિત્ત)થી જાણીને તે એમ જ છે, બીજી રીતે નથી એવી અડગ શ્રદ્ધા રાખી શકે છે તે નિસર્ગરુચિવાળે સમકિત જાણો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org