________________
૧૯૮૮
ઉત્તરાધ્યયન સૂત્ર
: (૨) ૧. જ્ઞાન (પદાર્થની યથાર્થ સમજ), (૨) દર્શન (યથાર્થ શ્રદ્ધા), (૩) ચારિત્ર
(ત્રતાદિનું આચરણ) અને (૪) તપ. આ પ્રકારથી યુક્ત મોક્ષને માર્ગ કેવળજ્ઞાની જિનેશ્વરએ ફરમાવ્યું છે.
ધ: ચારિત્રથી નવા કર્મોનું બંધન થતું નથી અને તપથી પૂર્વ કર્મને. - ક્ષય થાય છે. (૩) જ્ઞાન, દર્શન; ચારિત્ર અને તપથી સંયુક્ત એવા આ માર્ગને પામેલા જીવો
સગતિમાં જાય છે. (૪) તે પૈકી પહેલા પ્રકારમાં કહેલું જ્ઞાન પાંચ પ્રકારનું છે. (૧) મતિજ્ઞાન,
(૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યાય જ્ઞાન અને (૫) કેવલજ્ઞાન.
નેંધ : આ બધાં જ્ઞાનને વિશેષ અધિકાર નંદી વગેરે આગમાં છે. (૫) જ્ઞાની પુરુષોએ દ્રવ્ય, ગુણ અને તેના સર્વ પર્યાયોને સમજવા માટે આ
પ્રમાણે પાંચ પ્રકારનું જ્ઞાન બતાવ્યું છે. નેંધ : પર્યાય એટલે પલટાતી અવસ્થા. તે પદાર્થ અથવા ગુણ માત્રમાં
(૬) ગુણો જેને આશ્રયે રહેલા હોય છે તેને દ્રવ્ય કહેવાય છે અને એક દ્રવ્યમાં
વર્ણ, રસ, ગંધ, સ્પર્શ કે જ્ઞાનાદિ જે ધર્મોથી રહેલા છે તે ગુણ કહેવાય છે. અને દ્રવ્ય તથા ગુણ બનેને આશ્રિત થઈ રહે છે તેને પર્યાયે કહેવાય છે.
નોંધ : જેમકે આત્મા એ દ્રવ્ય છે જ્ઞાનાદિ એ તેના ગુણે છે. અને -કર્મવશાત્ ભિન્ન ભિન્ન રીતે રૂપાંતર થાય છે તે તેના પર્યાય છે. (૭) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય, કાલાસ્તિકાય, પગલાસ્તિકાય
અને જીવાસ્તિકાય એ છ દ્રવ્યરૂપ લેક, કેવળજ્ઞાની જિનેશ્વરોએ બતાવ્યો છે.
(અસ્તિકાય, એ જેનદર્શનનો સમૂહવાચી પારિભાષિક શબ્દ છે. (૮) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણે એકેક દ્રવ્ય છે
અને કાળ પુગલ તથા છ સંખ્યામાં અનંત છે.
નોંધ : સમય ગણનાની અપેક્ષાએ અહીં કાળની અનંતતા બતાવી છે. - (૯) ગતિમાં સહાય કરવી તે ધર્માસ્તિકાયનું લક્ષણ છે, અને સ્થિરતામાં સહાય
કરવી તે અધર્માસ્તિકાયનું લક્ષણ છે. આકાશ એ બધાય દ્રવ્યનું ભાજન છે અને બધાંને અવકાશ આપો તે તેનું લક્ષણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org