SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ અદયયન : અઠ્ઠાવીસમું મોક્ષ મા ગતિ મોક્ષમાર્ગનું ગમન સર્વ જીવનું લક્ષ્ય એક માત્ર મેક્ષ, નિર્વાણ કે મુક્તિ જ છે. દુખથી કે કષાયથી મુકાવું તે મોક્ષ. કર્મબંધનથી મુકાવું તે મુક્તિ. શાંતિસ્થાન પ્રાપ્ત કરવું તે નિર્વાણ. તે સ્થિતિમાં જ સર્વ સુખ સમાયાં છે. જૈનદર્શન આખા સંસારને ચેતન અને જડ – જીવ અને અજીવ-માં વિભક્ત કરે છે. અને તે બન્ને તોનાં સહાયક તેમ જ આધારભૂત તો જેવાં કે ધર્મ, અધર્મ આકાશ અને કાળને ઉમેરીને એ છ. પદાર્થોમાં આ આખા લોકને સમાવી દે છે. એટલે જીવની ઓળખાણ-જીવનું યથાર્થ ભાન-એ સૌથી પ્રથમ આવશ્યક છે. આ સ્થિતિ એ જ સમ્યગ્દર્શન, આવી સ્થિતિ થયા પછી આત્માના અનુપમ જ્ઞાનની જે ચિનગારી ફૂટી નીકળે તે જ સાચું જ્ઞાન. આવી સ્થિતિ પ્રાપ્ત કરવામાં શાસ્ત્રશ્રવણ, આત્મચિંતન, સત્સંગ. અને સદુવાંચન એ બધાં ઉપકારક અંગે છે. આ નિમિત્તો દ્વારા સત્યને જાણી, વિચારી તથા અનુભવી આગળ વધવું એ જ એક હેતુ હા જોઈએ. ભગવાન બોલ્યા : (૧). યથાર્થ મોક્ષનો માર્ગ જે જિનેશ્વરએ કહેલો છે તેને સાંભળો. તે માગ ચાર કરણોથી સંયુક્ત અને જ્ઞાનદર્શન (ચારિત્ર અને તપ)ના લક્ષણ રૂપ છે.. નેધ : અહીં “જ્ઞાનદર્શન લક્ષણ” વિશેષણ આપવાનું પ્રયોજન એ છે. કે મોક્ષ માગમાં તે બન્નેની જ પ્રથમ આવશ્યક્તા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001220
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1991
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy