________________
૧૮૬
ઉત્તરાયચન સુર (૧૧) તે વચ્ચે જ સામું બેલીને દોષ જ પ્રગટ કરી બતાવે છે અને કેટલાક
તો આચાર્યોનાં વચન (શિક્ષા)થી વારંવાર વિરુદ્ધ જ વતે છે. (૧૨) કેટલાકને ભિક્ષાથે મોકલવા છતાં જતા નથી. અથવા બહાનાં કાઢે છે કે
“તે બાઈ (શ્રાવિકા) મને ઓળખતી જ નથી. તે મને નહિ આપે. તે ઘેર જ નહિ હોય, હું માનું છું કે ત્યાં બીજા ભિક્ષને મોકલો તો ઠીક. હું શું એકલે જ છું ? આ પ્રમાણે ગુરુને સામે જવાબ આપીને ભિક્ષાથે
જતા જ નથી. (૧૩) અથવા કોઈ પ્રયોજને મોકલ્યા હોય તો તે કાર્ય કરી આવતા નથી અને
જૂઠ બોલે છે. કાં તો ગુરુ કાર્ય બતાવે છે માટે આશ્રયસ્થાનની બહાર આમતેમ ભમવામાં સમય ગાળે છે. અને કદાચ કાર્ય કરે તે પણ રાઠની
માફક તેને માને છે. અને રીસથી કપાળની ભમરે ઊંચી કરી મોટુ ચડાવે છે. (૧૪) તે બધા મુશિષ્યો; ભણવ્યા, ગણાવ્યા, દીક્ષિત કર્યા તથા ભાત પાણીથી
પિષ્યા પછી જેમ પાંખ આવ્યા પછી હંસલાઓ દિશાવિદિશામાં વેચછાથી
ગમન કરે છે તેમ, ગુરુને છોડી એકલા સ્વછંદતાથી ગમન કરે છે. (૧૫) જેમ ગળિયા બળદની સાથે રહેલે સારથિ (ખેડૂત) ખેદ કરે છે. તેમાં
ગાર્માચાર્ય પોતાના આવા કુશિષ્યો હોવાથી આમ ખેદ કરે છે, અને કહે
છે કે જે શિષ્યોથી મારા પિતાનો આત્મા હણાય તેવા દુષ્ટ શિષ્યોથી શું ? (૧૬) જેવા ગળિયા ગધેડા હોય તેવા મારા શિષ્યો છે. એમ વિચારી ગાર્માચાર્ય
મુનીશ્વર તે ગળિયા ગધેડાઓને તજીને તપ આચરે છે. (૧૭) ત્યારબાદ સુકોમળ, નમ્રતાયુક્ત, ગંભીર, સમાધિવંત અને સદાચારમય
વર્તનથી તે ગાગ્યે મહાત્મા આ વસુધામાં વિહરતા હતા.
નેધ : ગળિયો બળદ ગાડાને ભાંગી નાખે છે, ગાડીવાનને રંજાડે છે અને સ્વછંદથી દુઃખી થાય છે તેમ સ્વછંદી સાધક સંયમથી પતિત થાય છે. આનંબન (સહાયક સદ્ ગુરુ ઇત્યાદિ ને લાભ લઈ શકતા નથી અને પિતાના આત્માને પણ કલુષિત કરે છે. સ્વતંત્રતાના ઓઠા નીચે ઘણે ભાગે બહુજનો સ્વછંતાને જ પોષતા હોય છે. સ્વછંતા પણ વાસ્તવિક રીતે તે પરતંત્રતા જ છે અને મહાપુરુષો પ્રત્યેની અર્પણતા ઉપરથી પરતંત્રતા જણાય છે પરંતુ વાસ્તવિક સ્વતંત્રતા છે. આવી સ્વતંત્રતાને ઉપાસક જ આગળ વધી શકે છે.
એમ કહું છું : એ પ્રમાણે ખલુંકીય નામનું સત્તાવીસમું અધ્યયન સમાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org