________________
૧૯૦
ઉત્તરાધ્યયન સૂત્ર (૧૯) ઉપર્યુક્ત ભાવો કે જે કેવળી કે છહ્મસ્થર વડે કહેવાયેલા છે તેના
ઉપર શ્રદ્ધા રાખી શકે છે તે ઉપદેશ રુચિવાળો સમકિત જાણુ. (૨૦) જેનાં રાગ, દ્વેષ, મેહ અને અજ્ઞાન નીકળી ગયાં છે તેવા મહાપુરુષની
આજ્ઞાથી તત્વ પર રુચિપૂર્વક શ્રદ્ધા ધરાવે છે તે આજ્ઞારુચિવાળો સમકિત
કહેવાય છે. (૨૧) જે અંગપ્રવિષ્ટ કે અંગબાહ્યથી સૂત્રને ભણીને તે સૂત્ર વડે સમકિત પામે છે
તે શ્રુતરુચિવાળ સમક્તિ જાણ.
નેધ : આચારાંગાદિ અંગે અંગપ્રવિષ્ટ કહેવાય છે અને તે સિવાયનાં બીજાં સૂત્રો અંગબાહ્ય કહેવાય છે. (૨૨) જેમ પાણીમાં તેલનું બિંદુ વિસ્તાર પામે અને એક બીજ વાવ્યથી અનેક
બીજ ઉત્પન્ન થાય તેમ એક પદથી કે એક હેતુથી ઘણાં પદ, ઘણાં દષ્ટાંત અને ઘણું હેતુએ પદાર્થ પર શ્રદ્ધા વધે અને સમક્તિ પામે તેવા પુરુષને
બીજરૂચિ સમક્તિ જાણો. (૨૩) જેણે અગિયાર અંગ અને બારમે દૃષ્ટિવાદ તથા બીજા ઈતર સિદ્ધાતિના
અર્થને બરાબર જાણીને સમક્તિ પ્રાપ્ત કર્યું છે તેને અભિગમરુચિ જાણ. .(૨૪) છ દ્રવ્યના સર્વ ભાવ, સર્વ પ્રમાણો અને સર્વે નથી જેણે જાણીને
સમતિ પ્રાપ્ત કર્યું છે તેને વિસ્તારરુચિ સમકિત જાણો,
નેધ : નય એ પ્રમાણને અંશ છે. નય એટલે વિચારોનું વર્ગીકરણ. તેના સાત પ્રકાર છે. ૧. નૈગમ ૨. સંગ્રહ ૩. વ્યવહાર ૪. જુસૂત્ર ૫. શબ્દ ૬. સમભિરૂઢ ૭. એવંભૂતં
પ્રમાણુ ચાર છે : ૧. પ્રત્યક્ષ ૨. અનુમાન ૩. ઉપમાન ૪. આગ મ. બધા પદાર્થોના જ્ઞાનમાં નય અને પ્રમાણની આવશ્યક્તા રહે છે. (૨૫) સત્યદર્શન અને જ્ઞાનપૂર્વક, ચારિત્ર, તપ, વિનય પાંચ સમિતિ અને ત્રણ
ગુપ્તિ ઇત્યાદિ શુદ્ધ ક્રિયાઓ કરતાં સમક્તિ પામે તે ક્રિયારુચિવાળા જાણ. (૨૬) જે અસત, મત, વાદ કે દર્શનમાં સપડાયે નથી કે સત્ય સિવાયના બીજા
કઈ પણ વાદોને માનતો નથી છતાં વીતરાગના પ્રવચનમાં અતિ નિપુણ નથી (અર્થાત વીતરાગ માગની શ્રદ્ધા શુદ્ધ છે પણ વિશેષ ભણેલ નથી)
તે સંક્ષેપરુચિ સમતિ જાણો. (૨૭) જે અસ્તિકાય (દ્રવ્યસ્વરૂપ), સુત (શાસ્ત્ર) ધર્મ અને ચારિત્રધર્મને જિનેશ્વ
રએ કહેલ છે તે રીતે શ્રદ્ધા રાખે છે તેને ધમરુચિ સમકિત જાણુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org