________________
કારણનાં સંશોધન દ્વારા કર્તવ્યકર્મનું વિધાન એ ચારે પ્રશ્નો સમાવિષ્ટ થાય છે. વેદધર્મે આ ચારે પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે કર્યું છે અને તેમાં કઈ વિશેષતા-ન્યૂનતા છે એ વિચાર અત્રે વિસ્તારથી કરવો યોગ્ય નથી, તે વિચાર તો ઈતર મહાત્માઓની સાથે જૈન મહાત્માઓએ પણ સૂત્ર ગ્રંથોમાં સારી પેઠે કરેલો છે.
મહાવીરના સમકાલીન બુદ્ધે પણ આ જ શ્રેણીને સ્વીકારી મુમુક્ષુ ધર્મનું વિધાન કર્યું છે. જેવી રીતે તત્ત્વ વિચારણાની દષ્ટિએ જૈન અને વેદ ધર્મ વચ્ચે મતભેદ છે તેવી જ રીતે બુદ્ધના નિર્ણયો તથા વિધાનો વચ્ચે પણ મતભેદ છે, પરંતુ તત્ત્વ શ્રેણીનું સામ્ય જ અત્રે વક્તવ્ય છે. બ્રહ્મ, આત્મા, પૂર્વજન્મ-પુનર્જન્મ અને તેની કારણ નિવારણની વિચારણા એટલે ઈહલોકનું કર્તવ્ય કર્મ એ બુદ્ધના તત્ત્વદર્શનની શ્રેણી છે. (૧-૨) બુદ્ધ, બ્રહ્મ તથા આત્માના અસ્તિત્ત્વને માન્ય રાખવા ના કહે છે એટલે વિશ્વને અનાદિ તથા આત્માને અવાસ્તવિક માને છે, પરંત (૩) કર્મ વિપાકથી નામ રૂપાત્મક દેહને નાશવંત જગતમાં પુનઃ પુનઃ જન્મ લેવો પડે છે એમ સ્વીકારે છે અને (૪) એ જન્મના ફેરાનું કારણ સમજી લઇને તે કારણ જે વડે નાબૂદ થાય તેવો માર્ગ સ્વીકારવાનું પણ વિધાન કરે છે.
આ જ ચારે વસ્તુઓનું નિરાકરણ ભગવાન મહાવીર ઉત્તરાધ્યયનસૂત્રમાં જે પદ્ધતિએ કરે છે અને જે નવનીત કાઢી આપે છે તે આ ઉપોદ્ધાતના પૂર્વાર્ધમાં આ સૂત્રમાંનાં જ પ્રમાણો આપીને જે નિષ્કર્ષ કાઢી બતાવ્યો છે તે ઉપરથી જોઈ શકાશે. ભારતના પ્રાચીન તત્ત્વજ્ઞાનની ઉપર્યુક્ત ત્રણ મુખ્ય શાખાઓમાંની જૈનધર્મની મુખ્ય શાખા પ્રમુખ તત્ત્વો વિષે શો નિર્ણય આપે છે તે જાણવાની જિજ્ઞાસુ જૈન તથા જૈનેતરોને સંતોષવાના હેતુપૂર્વક આ સૂત્રની સૌથી પહેલી, પસંદગી અને પ્રસિદ્ધિકરણ કરવામાં આવ્યાં છે.
સંતબાલ
ઉત્તરાધ્યયન [ ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org