________________
(ઉત્તરાધ્યયન સૂત્રનો પરિચય )
જૈનના ઘાર્મિક ગ્રંથોમાં ઉત્તરાધ્યયનનું સ્થાન અનોખું છે. ઉત્તરાધ્યયન, આવશ્યક, દશવૈકાલિક અને પિડનિર્યુક્તિ આ ચાર સૂત્રગ્રંથોને જૈનો મૂળ સૂત્રરૂપ સામાન્ય સંજ્ઞાથી ઓળખે છે. મૂળ સૂત્રો શા માટે કહેવાયાં તે પણ જાણવા જેવું છે. શાપેન્ટીયર નામના જર્મન વિદ્વાન એક કલ્પના કરે છે કે આ ગ્રંથોને આવું નામ મળવાનું કારણ એ જ કે એ ગ્રંથો " Mahavira's own words " (Utt. Su. Introd. P. 32 ) અર્થાત્ મહાવીર સ્વામીના પોતાના જ શબ્દો તેમાં ગ્રંથિત થયેલા છે. તેમનું આ વિધાન દશવૈકાલિકને દેખીતી રીતે લાગુ પડી શકતું નથી એમ કહી મૂળસૂત્રનો બીજો જ અર્થ Dr. Schubring (ડો. શૂબ્રિગ) કરે છે. તેઓ કહે છે કે ” સાધુ તરીકેના જીવનની શરૂઆતમાં જે યમનિયમાદિ આવશ્યક છે, તેનો આ ગ્રંથોમાં ઉપદેશ હોઇ આ ગ્રંથોને મૂળસૂત્રો કહેવામાં આવ્યાં હોય (Work Plahaviviras, P. I.) Prof. Guerinot (u. ગોરીનોટો નું માનવું એમ છે કે આ ગ્રંથો * Traite's Originaux," અર્થાત્ અસલ ગ્રંથો છે, જેના ઉપર અનેક ટીકાઓ, નિર્યુક્તિઓ થઈ છે. ટીકા ગ્રંથનો અભ્યાસ કરતાં આપણે પણ જે ગ્રંથ ઉપર ટીકા કરવી હોય તે ગ્રંથને મૂળ ગ્રંથ કહીએ છીએ. વળી જૈન ધાર્મિક ગ્રંથોમાં આ ગ્રંથો ઉપર સૌથી વધારે ટીકાગ્રંથો છે; આ કારણોથી આ ગ્રંથોને ટીકાઓની અપેક્ષાએ મૂળગ્રંથો અથવા "મૂળ સૂત્ર” કહેવાની પ્રથા પડી હશે એમ કલ્પી શકાય છે.
ઉત્તરાધ્યયન સૂત્રને પોતાની સંજ્ઞા શી રીતે મળી તે માટે પણ સહેજ મતભેદ પ્રવર્તે છે. Leumann (લ્યુમન) અને “ Later readings' અથવા પાછળથી રચાયેલા ગ્રંથો માને છે, અને તેના સમર્થનમાં જણાવે છે કે આ ગ્રંથ અંગગ્રંથોની અપેક્ષાએ પાછળથી રચાયેલ હોઇ એને "ઉત્તર” એટલે પાછળનો ગ્રંથ કહ્યો છે. પરંતુ ઉત્તરાધ્યયન ઉપરના ટીકા ગ્રંથોમાંથી આપણને જાણવાનું મળે છે કે * La Religion Djaina, P. 79.
ઉત્તરાધ્યયન [ ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org