________________
(૨) બહારના વધ કે બંધનથી દમવા કે દમાવા કરતાં સંયમ અને તપથી પોતાનું આત્મદમન કરવું તે જ ઉત્તમ છે.
કર્મના અચળ કાયદાથી પુનર્જન્મનો સ્વીકાર : જડ, માયા કે કર્મથી સંડોવાયેલું ચૈતન્ય જે જે જાતની ક્રિયા કરે છે તેનું ફળ તેને પોતાને જ ભોગવવું પડે છે. જૈનદર્શન કહે છે કે :
" कडाण कम्माण न मोक्खअत्थि કરેલાં કર્મને ભોગવી લીધા વિના કર્મથી છૂટી શકાતું નથી.”
કર્મનો કાયદો જ એવો છે કે જ્યાં સુધી તેનું બીજ બળી ન જાય ત્યાંસુધી શુભ કે અશુભરૂપે પરંપરાગત પરિણમન થતું રહેવાનું, અને
જ્યાં સુધી કર્મથી સંબંધ રહે ત્યાં સુધી તે જીવાત્માનાં ભિન્ન ભિન્ન સ્થાને યોજવામાં નિમિત્ત બનવાનાં અને પુનરાગમન થતું જ રહેવાનું. | મુમુક્ષુ અને તત્ત્વજ્ઞાનના જિજ્ઞાસુએ જે ચાર વસ્તુઓ જ્ઞાતવ્ય છે તે જ આ છે; આત્માની ઓળખાણ, વિશ્વનું કારણ, ન્મ-જન્માંતરનું કારણ અને તેનું નિવારણ. આ વસ્તુઓનું જ્ઞાન ને યથાર્થ રીતે થાય તો તેને પોતાના ઐહિક જન્મની સફળતાનાં સાધનો સાર્થક્ય કરવામાં ઉઘુક્ત થાય કે નહિ એ કેવળ જુદો જ પ્રશ્ન છે, પરંતુ દુનિયાના દરેક મહાન ધર્મસંસ્થાપકો અને તત્ત્વવેત્તાઓએ આ મુખ્ય વસ્તુઓને દૃષ્ટિ સમીપે જ રાખીને પૃથક પૃથક સિદ્ધાંતો ઘટાવ્યા છે તથા મુમુક્ષુઓ પ્રતિ વિવિધ પ્રકારનાં કર્તવ્ય કર્મ પ્રબોધ્યાં છે.
ભગવાન મહાવીરના કાળમાં વેદધર્મ પ્રચલિત હતો, જોકે તેનાં વિધિવિધાનોમાં ખૂબ સંકરતા પ્રસરી ગઈ હતી, પરંતુ એ ધર્મના પ્રચારકો તથા તત્ત્વસંશોધકોની દૃષ્ટિ પણ ઉપર કહી તે ચાર વસ્તુઓ પ્રતિ જ હતી. એક સ્મૃતિનાં આ વાક્યો છે,
किं कारणं ब्रह्म । कृतः स्म जाता जीवामः केन क्व च संप्रतिष्ठिताः । के सुखेतरेषु वर्तामह इति ॥
અર્થાત્ (૧) શું આ વિશ્વનું કારણ બ્રહ્મ છે ? (૨) આપણે ક્યાંથી ઉત્પન્ન થયા, શાથી જીવીએ છીએ અને ક્યાં રહ્યા છીએ તથા (૩) શાથી સુખદુખમાં વર્તીએ છીએ ? આ ત્રણે પ્રશ્નાત્મક સ્મૃતિ વાક્યોમાં વિશ્વનું કારણ, આત્માની ઓળખાણ, પૂર્વજન્મ-વર્તમાન જન્મ-પુનર્જન્મનું કારણ અને તેના નિવારણ માટે સુખ-દુઃખના
ઉત્તરાધ્યયન [ ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org