________________
(૨) તેવી કોઇ શક્તિ હોય તો વળી તે શક્તિનું ભાજન કે તેનો સ્વામી તેથી અતિરિક્ત કોઇ સ્વીકારવો જ પડે અને તે સ્વીકારવા જતાં તો પાછો તેનો તે આરોપ લાગુ પડે.
(૩) જો કર્તા અન્ય હોય તો જ ફળ દેવાની સત્તા બીજાની હોઇ
શકે.
(૪) ઇશ્વર કે તેવી શક્તિ ૫૨ આધાર રાખવામાં પુરુષાર્થને જરાપણ અવકાશ રહેતો નથી. અને જો પુરુષાર્થ નથી તો જીવન પણ વ્યર્થ છે, અને જીવન વ્યર્થ હોય તો જગતનો પણ હેતુ રહેતો નથી. આથી જ જૈનદર્શન કહે છે કે :
"अप्पा कत्ता विकत्ता य सुहाण य दुहाण य
આત્મા પોતે જ કર્મનો કર્તા અને સુખદુઃખનો ભોક્તા છે. બીજો કરે ને તમે ભોગવો કે તમે કરો ને બીજો ભોગવે તે સુટિત નથી, અને તેથી જ આ વિશ્વ ઇશ્વરે કે કોઇએ બનાવ્યું નથી કે તેનો પ્રેરક પણ નથી, કારણ કે રાગદ્વેષથી રહિત થયેલા સિદ્ધ આત્માને સંસારનો સંબંધ રહેવા પામતો નથી.
આત્મસંગ્રામ : આખા સંસારમાં એક નાનાથી માંડીને મોટા જંતુ સુધી પરસ્પર એક બીજાને ભોગે જીવતા હોય છે અને એમ સ્વાર્થનાં પારસ્પરિક દ્વંદ્વયુદ્ધો ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં ભિન્ન ભિન્ન રીતે પ્રવર્તી રહ્યાં છે.
જૈનદર્શન કહે છે કે "બહારના બધા સંગ્રામોથી વિરમો. તમારું કલ્યાણ, તમારું હિત, તમારું સાધ્ય એ બધું તમારામાં છે. તમો જે બહાર શોધી રહ્યા છો તે સાવ મિથ્યા વસ્તુ છે. પોતાના કોઇપણ સુખ માટે બીજા સાથેના અત્યાચાર, હિંસા કે યુદ્ધ એ બધાં નકામાં છે. "કહ્યું છે કે,
अप्पाणमेव जुज्झाहि किंते जुज्झेण बज्झओ । अप्पाणमेव अप्पाणं; जइत्ता सुह मेहए ||१|| बरं मे अप्पा दंतो संजमेण तवेण य ।
माहं परेहिं दम्मंतो बंधणेहिं वहे हि य ॥ २ ॥
(૧) બહારના યુદ્ધથી શું વળવાનું છે ? માટે આંતરિક યુદ્ધ કરો. આત્માના સંગ્રામથી જ સુખ પામી શકશો.
ઉત્તરાધ્યયન ñ ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org