________________
૧૧૮
ઉત્તરાધ્યયન સ” (૧૭) જેમ કિપાક ફળનું પરિણામ સુંદર નથી તેમ ભગવેલા ભેગોનું પણ
પરિણુમ સુંદર નથી.
નેધ : કિં પાક વૃક્ષનાં ફળ જોવામાં રમણીય અને ખાવામાં તો અતિ મધુર હોય છે પરંતુ ખાધા પછી થોડી જ વારમાં મૃત્યુ નિપજાવી દે છે. (૧૮) (વળી હે માતાપિતા ! જે મુસાફર, અટવી જેવા લાંબા માર્ગમાં ભાતું
લીધા વિના પ્રયાણ કરે છે તે રસ્તે જતાં ક્ષુધા અને તૃષાથી ખૂબ પીડાય
છે અને દુઃખી થાય છે. (૧૯) તે જ પ્રમાણે જે ધર્મને આદર્યા વિના પરભવ (પરલોકમાં જાય છે, તે
ત્યાં જઈ અનેક પ્રકારના રોગો અને ઉપાધિઓથી પીડાય છે.
નેધ : આ સંસાર અટવી છે, જીવ મુસાફર છે અને ધર્મ ભાતું છે. જે ધર્મરૂપી ભાતું હોય તે જ જે ગતિ પામે ત્યાં તે શાંતિ મેળવી શકે છે. અને એમ સંસારરૂપી આખી અટવી સુખેથી પસાર કરી શકે છે. (૨૦) જે મુસાફર અટવી જેવા લાંબા માર્ગમાં ભાતું લઈને પ્રયાણ કરે છે તે
સુધા અને તૃષાથી રહિત થઈ સુખી થાય છે. (૨૧) તે પ્રમાણે જે સાચા ધર્મનું પાલન કરીને પરભવમાં જાય છે તે ત્યાં હળુ
કમી (અ૫કમી) અને અરોગી થઈ સુખી થાય છે. (૨૨) વળી હે માતાપિતા ! ઘર બળતું હોય ત્યારે તે ઘરને ધણું અસાર વસ્તુ
ઓને છોડી પહેલાં બહુ મૂલ્યવાળી વસ્તુઓ જ કાઢી લે છે. (૨૩) તેમ આ આખો લેક જરા અને મરણથી બળી જળી રહ્યો છે. આ૫ મને
આજ્ઞા આપો તો તેમાંથી (તુચ્છ એવા કામભોગને તજીને) કેવળ મારા
આત્માને જ ઉગારી લઈશ. (૨૪) (તરુણ પુત્રની તાલાવેલી જોઈ તેને) માતાપિતાએ કહ્યું : હે પુત્ર ! સાધુ
પણું (ચારિત્ર લેવું) એ કઠણ છે. સાધુપુરુષે હજારો ગુણોને ધારણ કરવા પડે છે.
નેધ : સાચા સાધુજીને દે દૂર કરી હજારે ગુણોને વિકાસ કરવો પડે છે. (૨૫) જીવનપર્યત જગતના જીવમાત્ર પર સમભાવ રાખવો પડે છે. શત્રુ અને
મિત્ર બન્નેને સમાન દૃષ્ટિથી જોવાના હોય છે અને હાલતાં, ચાલતાં, ખાતાં એમ પ્રત્યેક ક્રિયામાં થતી સૂમ હિંસાથી પણ વિરમવું પડે છે. તેવી સ્થિતિ ખરેખર સૌ કોઈને માટે દુર્લભ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org