________________
મૃગાપુત્રીય , (૨૬) સાધુજીને આખા જીવન સુધી ભૂલેચૂકે પણ અસત્ય બોલવાનું હોતું નથી.
સતત અપ્રમત્ત (સાવધાન) રહીને હિતકારી છતાં સત્ય બોલવું એ બહુ બહુ
કઠણ છે. (૨૭) સાધુજી દાંત ખેતરવાની સળી સુધ્ધાં પણ રાજીખુશીથી દીધા વગર લઈ શકે
નહિ. તેવી રીતે દોષ રહિત ભિક્ષા મેળવવી એ પણ અતિ કઠિન છે.
નેંધ : દશવૈકાલિક સૂત્રના ત્રીજા અધ્યયનમાં બેતાલીસ દોષોનું વર્ણન છે. ભિક્ષને તેવા સૂધમદોષોથી રહિત ભોજન લેવાની આજ્ઞા છે. (૨૮) કામ ભોગોના રસને જાણનારાએ અબ્રહ્મચર્ય (મૈથુન)થી સાવ વિરક્ત રહેવું
એ કંઈ સામાન્ય વાત નથી. આવું ઘર (અખંડ) બ્રહ્મચર્યવ્રત પાળવું અતિ અતિ કઠિન છે.
નોંધ : બાળપણથી જેણે ભોગે ન ભોગવ્યા હોય તે કરતાં ભોગવી લીધ. હોય તેને વારંવાર તેનું સ્મરણ આવવું એ સાવ સંભવિત છે અને સ્મરણથી કુસંકલ્પ થતા જાય તે માનસિક, વાચિક અને કાયિક બ્રહ્મચર્ય પાળી શકાય નહિ. (૨૯) ધન, ધાન્ય કે દાસાદિ કોઈપણ વસ્તુનો પરિગ્રહ ન રાખવો તેમજ સંસારની
હિંસાદિ સર્વ ક્રિયાઓનો ત્યાગ કરવો તે દુષ્કર છે. ત્યાગ કરીને કઈ વસ્તુ
પર મમતા પણ ન રાખવી તે અતિ દુષ્કર છે. (૩૦) અન્ન, પાણી, મેવા કે મુખવાસ એ ચારે પ્રકારમાંના કોઈ પણ આહારનો
રાગે ઉપયોગ કરી શકે નહિ તેમજ કઈ પણ વસ્તુનો બીજા દિવસ માટે સંગ્રહ પણ રાખી શકે નહિ. આવું છઠું વ્રત છે તે પણ કઠણ છે.
નોંધઃ જૈન સાધુને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચે વ્રત મન, વચન અને કાયાથી વિશુદ્ધ રીતે જીવનપર્યત પાળવાનાં હોય છે અને રાત્રિભોજનનો પણ સર્વથા ત્યાગ કરવાનો હોય છે.
સાધુ જીવનમાં જે આકસ્મિક સંકટ આવે છે
તે બતાવે છે
(૩૧) સુધા, તૃષા, ટાઢ, તાપ, (ધ્યાનમાં) ડાંસ અને મચ્છરનું દુઃખ, કઠોર વચનો,
દુઃખદ સ્થળ, તૃણસ્પર્શ અને મેલનું આવી પડતું દુઃખ, (૩૨) તેમજ તાડન (માર) તર્જન (ઠપકો) વધ અને બંધનનાં કષ્ટો પણ સહેવાં
સહેલાં નથી. સદા ભિક્ષાચર્યા કરવી, યાચીને પણ આપેલું જ લેવું અને યાચના કરતાં પણ અપ્રાપ્તિ થાય એ બધું દુષ્કર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org