________________
૧૧૭
સૃગાપુત્રીય
ધ : આ ગાથા કોઈ કોઈ પ્રતિમાં વધુ આવેલી હોવાથી અનુવાદન કર્યું છે. (૯) સાધુપણું યાદ આવ્યા પછી ચારિત્રને વિષે ખૂબ પ્રીતિ ઉદ્ભવી અને
વિષયને વિષે તેટલી જ વિરક્તિ (વૈરાગ્ય) ઉત્પન્ન થઈ. આથી માતાપિતાની
સમીપમાં આવી આ વચન કહ્યું : (૧૦) હે માતાપિતા ! પૂર્વકાળમાં મેં પાંચ મહાવ્રતરૂપ સંયમ ધર્મ પાળે તેનું
સ્મરણ થયું છે. અને તેથી નરક, પશુ ઈત્યાદિ અનેક ગતિના દુઃખથી ભરેલા સંસાર સમુદ્રથી નિવૃત્ત થવાને ઈચ્છું છું. માટે મને આજ્ઞા આપે. હું પવિત્ર પ્રવયાં (ગૃહત્યાગ) અંગીકાર કરીશ.
ધ : પૂર્વકાળમાં પંચમહાવ્રતનું કહે છે તેથી જણાય છે કે પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવના વખતમાં મૃગાપુત્ર સંયમી થયા હશે. (૧૧) હે માતાપિતા ! પરિણામે વિષ (કિપાક) ફળની પેઠે નિરંતર કડવા ફળ
દેનારા અને એકાંત દુઃખની પરંપરાથી જ વિંટળાયેલા એવા ભોગો મેં
(પૂર્વકાળમાં અને હમણ) ખૂબ ભોગવી લીધા છે. (૧૨) આ શરીર અશુચિ (શુકવીર્યાદિથી ઉત્પન્ન થયેલું હોઈ કેવળ અપવિત્ર
અને અનિત્ય છે. (ગ, જરા ઈત્યાદ્ધિા) દુઃખ અને કલેશનું જ માત્ર
ભાજન છે. તેમજ અશાશ્વત (અસ્થિર) દશાવાળું છે. (૧૩) પાણીના ફણ કે પરપોટા જેવા ક્ષણિક શરીરમાં આસક્તિ શી ? તે હમણું છે કે પછી (બાલ, તરુણુ કે જરાવસ્થામાં) જરૂર જવાનું છે તે તેમાં હું કેમ
લેભાઉ ? (૧૪) પીડા અને કુષ્ટાદિ રોગનું ઘર અને જરા તથા મરણથી ઘેરાયેલી આ અસાર
અને ક્ષણભંગુર મનુષ્ય દેહમાં હવે એક ક્ષણ માત્ર હું રતિ (આનંદ) પામી
શકતો નથી. (૧૫) અહો ! આ આખો સંસાર ખરેખર દુઃખમય છે. ત્યાં રહેલા પ્રાણીઓ
બિચારાં જન્મ, જરા, રોગ અને મરણનાં દુઃખોથી પીડાઈ રહ્યાં છે. (૧૬) (હે માતા પિતા 1) આ બધાં ક્ષેત્ર (ઉઘાડી જમીન), ઘર, સુવર્ણ, પુત્ર,
સ્ત્રી, બંધુઓ અને શરીરને છોડીને પણ પરાધીનપણે મારે વહેલું કે મોડુ
અવશ્ય જવાનું છે. - “ ધ : જે જીવાત્મા કામભોગોને સ્વયં નથી તો તેને કામભોગ તજી દે છે; માટે પોતાની જાતે તાજેલા કામભોગે દુઃખકર નહિ પણ સુખકર નીવડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org