________________
૧૧૬
ઉત્તરાધ્યયન સૂત્ર
નેધ : દેવલોકમાં ત્રાયશ્ચિંશક નામના ભગી દે હેય છે. (૪) મણિ અને રત્નોથી જેનું ભોંયતળિયું જડેલું છે, તેવા મહેલને ગોખે
બેસીને એકદા તે નગરના ત્રણ રસ્તા, ચાર રસ્તા અને મોટાં ચોગાનોને ભિન્નભિન્ન રીતે જોયા કરે છે.
નોંધ : મણિ અને રત્નોનું જડતર એ અહી ઉપમેય કથન હોવું જોઈએ, કારણ કે અપાર સંપત્તિ હોવા છતાં તેને આવી રીતે ઉપયોગ તો ન જ થઈ શકે. પરંતુ તે એવા પ્રકારનું જડતર હોય કે જેનારને ત્યાં અમૂલ્ય એવાં મણિ કે. રને જ પાથરેલાં લાગે. (૫) તેવામાં તે મૃગાપુત્રે તપશ્ચર્યા, સંયમ અને નિયમોને ધારણ કરનાર, અપૂર્વ
બ્રહ્મચારી અને ગુણની ખાણુરૂપ એક સંયમીને ત્યાંથી પસાર થતા જોયા. (૬) મૃગાપુત્ર મટકું માર્યા વગર એક દષ્ટિથી તે યોગીશ્વરને જોયા કરે છે. જેમાં
જોતાં તેને વિચાર આવ્યો કે આવું સ્વરૂપ (વેશ) પહેલાં મેં અવશ્ય ક્યાંક
જોયું છે. (૭) સાધુજીનાં દર્શન થયા પછી આ પ્રમાણે ચિંતવતાં શુભ અધ્યવસાય (મને
ભાવના જાગૃત થયા. અને કમથી મોહનીય ભાવ ઉપશાંત થવાથી ત્યાંને. ત્યાં તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું.
નોંધ : જેનદર્શન જીવાત્માને આઠ કર્મોથી ઘેરાયેલો માને છે. અને એ. કર્મવશાત જ જન્મમરણાદિ દુઃખો વેઠવાં પડે છે. આ આઠ કર્મો પૈકી બીજા સાત કર્મોમાં કેવળ મેહનીય કર્મ જ મહાન છે. તેની સ્થિતિ પણ ૭૦ કેડા કેડી. સાગરેપમ એટલે કે બધાં કર્મો કરતાં વધુ અને પ્રબળ માની છે. આ કર્મને જેટલે અંશે ક્ષય થતું જાય તેટલે અંશે આત્માભિમુખ થવાય. મૃગાપુત્રના મેહનીય કર્મનું ઉપશમન થયું હતું અને તેથી તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. આ જ્ઞાન. થવાથી સંસી પંચેન્દ્રિય (મનવાળા પંચેન્દ્રિય વાળાને પોતાના નવસની સંખ્યા સુધીના પૂર્વભવો સાંભરે છે. જાતિસ્મરણ જ્ઞાન મતિજ્ઞાનને જ એક ભેદ છે. (૮) આ સંસી (મનવાળા) જીવને જ ઉત્પન્ન થાય તેવું જ્ઞાન ઉત્પન્ન થવાથી
પ્રથમ તેણે ગત જન્મ જોયો અને જાણ્યું કે દેવલોકમાંથી ઊતરીને હું મનુષ્યભવ પામ્યો છું.
વ મહાન ઋદ્ધિમાન મૃગાપુત્ર પૂર્વજન્મને સંભારે છે. પૂર્વજન્મને સંભારતાં. " સંભારતાં પૂર્વભવે આદરેલું સાધુપણું પણ યાદ આવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org