________________
૧૦૪
ઉત્તરાયયન સૂત્ર (૨૦) પૂર્વોક્ત કહ્યો તેવો–(પાસસ્થા–પતિત, ઉસના (રસલુપી), અહા છંદા
(સ્વછંદી), સંસત્તા (આસક્ત) અને કુશલ એમ પાંચ પ્રકારના કુશીલનાં લક્ષણે સહિત–દુરાચારી તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ પાંચે ગુણોથી રહિત કુશીલ, માત્ર ત્યાગીના વેષને જ ધારણ કરનાર એવો પાપી શ્રમણ આ લેકમાં ઝેરની માફક નિંદનીય બને છે. તેમ જ આ લેકમાં
કે પરલોકમાં સુખી પણ થતું નથી. (૨૧) ઉપરના બધા દોષોને જે સદાય ત્યાગી દે અને મુનિઓના વૃદમાં સાચો
સદાચારી હોય તે જ આ લેકને વિષે અમૃતની માફક પૂજાય છે. તથા તે જ સાચે સાધુ આ લેક અને પરલેક બન્નેને આરાધે છે.
ધ : આ લેકમાં સર્વને વંદનીય બને છે અને પરલોકમાં દિવ્યગતિ પામે છે. અથવા કમબંધનથી સર્વથા મુક્ત થઈ જાય છે.
સંયમ લીધા પછી સ્થાન પૂરતી જવાબદારી વધે છે. હાલવા ચાલવામાં, ખાવાપીવામાં ઉપયોગી સાધને રાખવામાં, વિદ્યા મેળવવામાં, ગુરુકુલને વિનય જાળવવામાં કે પોતાનું કર્તવ્ય સમજવામાં જરાપણુ ગફલત થાય તે સંયમ હણાય. અપ્રમત્તતા અને વિવેકને ક્ષણે ક્ષણે સ્થાન આપી ક્રોધ, માન, માયા, લોભ, વિષય, મેહ, અસૂયા, ઈર્ષ્યા આદિ આત્મશત્રુઓને વિજ્ય મેળવતો જાય અને આગળ વધે તે ધર્મશ્રમણ કહેવાય. જે મળેલાં સાધનોનો દુરુપયોગ કરે કે પ્રમાદી બને તે પાપી શ્રમણ કહેવાય. માટે શ્રમણ સાધકે ખૂબ સાવધાન રહેવું અને સમાધિ સાધવી
એમ કહું છું :
એમ પાપી શ્રમણનું સત્તરમું અધ્યયન પૂર્ણ થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org