________________
અધ્યયન : અઢારમું
સં ચતીય સંયતિ રાજર્ષિ સંબંધી
. ચારિત્ર્યશીલનું મૌન જે અસર ઉપજાવે છે તે હજારો પ્રવક્તાએ કે લાખો ગ્રંથ ઉપજાવી શક્તા નથી. જ્ઞાનનું ફળ ચારિત્રનું ફુરણ છે. ચારિત્રની એક જ ચિનગારી સેંકડો જન્મોનાં કર્માવરણ (માયાજાળ) ને બાળી શકે છે. ચારિત્રની સુવાસ કરેડ કલ્મ (પાપ)ને નિર્મળ કરી શકે છે. ' એકદા કાંપીત્ય નગરના સંયતિ મહારાજા મૃગયા શિકાર માટે
એક ઉદ્યાનમાં નીકળી પડયા છે. આથી એ કપીલ્યુકેસર ઉદ્યાનમાં નિર્દોષ એવાં મૃગાદિ પશુઓ ત્રાસી ઊઠયાં છે. રસમાં આસક્ત થયેલા મહારાજાના હૃદયમાં અનુકંપાદેવીને બદલે નિર્દયતાને વાસ જામ્યો છે.
ઘેડા પર બેસી કંક મૃગલાઓને બા માર્યા બાદ જે તે -ઘવાયેલા મૃગલા પાસે આવે છે તે જ તે તેની પાસે પદ્માસને બેઠેલા એક ગીશ્વરને જુએ છે અને જોતાં વાર જ ચમકે છે. તુરત જ અશ્વપરથી ઊતરી મુનીશ્વરની પાસે આવી વિનયપૂર્વક તેમનાં ચરણપૂજન કરે છે, નમસ્કાર કરે છે.
દયાનમાં અડોલ રહેલા ગર્દભાલી ગીશ્વરને કશેય ખ્યાલ નથી. તે તો મૌન સમાધિમાં બેઠા છે, પરંતુ મહારાજા યોગીરાજ તરફથી પ્રત્યુત્તર ન મળતાં ભયભીત થાય છે. વિના વાંકે કરેલી નિર્દોષ પશુઓની હિંસા તેને વારંવાર ખટક્યા કરે છે. અનુકંપાની લહેર ઊછળી પડે છે.
- યોગીશ્વર ધ્યાનમાંથી નિવૃત્ત થાય છે કે શીધ્ર મહારાજ પિતાનું નામ જણાવી ચાગીરાજના કૃપાપ્રસાદને મેળવવાની જિજ્ઞાસા રજૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org