________________
અધ્યયન : પંદરમું
સ ભિકખ
તે જ સાધુ.
સંસારમાં પતનનાં નિમિત્તો પુષ્કળ છે. માટે સાધકેએ સાવધ રહેવું. ભિક્ષુ આહાર અને વસ્ત્રાદિ આવશ્યક વસ્તુઓમાં પણ સંચમ રાખે એ સાધકદશા માટે ઉપયોગી જ છે. પરંતુ સત્કાર, માન કે પ્રતિષ્ઠાની લાલસા રોકવી એ પણ તેટલું જ ઉપયોગી સમજવું.
વિવિધ વિદ્યાઓ કે જે ત્યાગી જીવનમાં ઉપયોગી નથી તે શીખીને સમયને દુરુપયોગ કરે તે સંયમ જીવિતને બાધારૂપ છે. તપશ્ચર્યા અને સહિષ્ણુતા એ જ આત્મવિકાસના ગગનમાં ઊડવાની પાંખો છે. ભિક્ષુઓ એ બને પાને ખૂબ સંભાળી સાથે લઈને ચે ને ઊંચે ચડે.
ભગવાન બોલ્યા : (૧) સાચા ધર્મને વિવેકપૂર્વક અંગીકાર કરી, અન્ય ભિક્ષુઓ સંગાથે રહી
નિયાણું (વાસના)ને છેદી, સરળ થઈ અને ચારિત્રધર્મમાં ચાલે, તેમ જ કામભોગોને ન ઈચ્છી, પૂર્વાશ્રમના સંબંધીઓની સાથે આસક્તિ છેડી દે અને અજ્ઞાત (નહિ જાણેલાં) ઘરમાં ભિક્ષાચરી કરીને આનંદપૂર્વક સંયમ ધર્મમાં ગમન કરે તે જ સાધુ કહેવાય.
નેધ અજ્ઞાત એટલે “આજે અમારે ત્યાં સાધુજી પધારવાના છે માટે ભેજન કરી રાખીએ.” તેમ ન જાણનારાં ધરે. (૨) ઉત્તમભિક્ષ રાગથી નિવૃત્ત થઈ, પિતાના આત્માને પતનથી બચાવી, અસંયમથી
નિવૃત્ત થઈ કષ્ટોને સહી; અને સર્વ જીવોને આત્મતુલ્ય જાણીને કઈ વસ્તુ વિષે મૂછ (આસક્તિ) ન પામે તે જ ભિક્ષુ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org