________________
સ ભિકબૂ
(૩) કોઈ આક્રોશ (કઠોર વચન) કહે કે મારે, તો તેને સ્વકર્મનું ફળ જાણીને
ધ રાખનાર, પ્રશસ્ત અને આત્માને નિત્ય ગુપ્ત રાખનાર અને અવ્યાકુળ ચિત્ત રાખી હર્ષ અને દુઃખથી રહિત બની જે કંઈ સંયમમાં કષ્ટ પડે તેને
સહન કરે તે જ ભિક્ષ કહેવાય. (૪) અલ્પ અને જીર્ણ થયા અને આસનને ભોગવે, ઠંડી, તાપ, ડાંસ, મચ્છર
ઈત્યાદિ બધું વ્યાકુળતા રહિત થઈ શાંતિપૂર્વક સહન કરે તે જ ભિક્ષુ કહેવાય. (૫) સત્કાર કે પૂજાની લાલસા ન રાખે. કેઈ વંદન કે ગુણની પ્રશંસા કરે તો
પણું અભિમાન ન લાવે. તેવા સંયમી, સદાચારી, તપસ્વી, જ્ઞાનવાન, ક્રિયા
વાન અને આત્મદર્શનના જ શેધક હોય તે જ ભિક્ષુ કહેવાય. (૬) જેનાથી સંયમી જીવન હણાતું હોય તેવું કાર્ય ન કરે. સકળ મેહને દબાવે
અને નરનારીને (મેહવર્ધક) સંગ છેડીને તપસ્વી થઈ વિચરે, તેમજ તમાશા જેવી વસ્તુઓમાં રસ ન લે તે જ ભિક્ષુ કહેવાય.
ધ : આ શ્લોકને અર્થ આ રીતે પણ થાય છે કે જે નરનારી (સ્વજનસમૂહ)થી (પૂર્વ પરિચય હોવાથી) મોહ ઉત્પન્ન થાય અને સંયમરૂપ જીવિત હણાય તેવાને સંગ છેડી દઈ તપસ્વી થઈ વિચરે અને ખેલ તમાશામાં રસ ન લે તે. જ ભિક્ષુ કહેવાય. (૭) નખ, વસ્ત્ર અને દાંત વગેરે છેદવાની વિદ્યા, રાગ (સ્વર) વિદ્યા, ભૂકંપને
વિચાર, આકાશમાં તારા વગેરે તૂટે તેનું જ્ઞાન, સ્વપ્નવિદ્યા, સ્ત્રી પુરુષોના લક્ષણ જાણવાની વિદ્યા, અંગફુરણની વિદ્યા, દઋવિદ્યા, ઘરમાં દાટેલું ધન વગેરે જાણવાની વિદ્યા, શૃંગાલાદિના સ્વર ઓળખી કાર્ય કે વિજય થશે કે કેમ ? તે જાણવાનું શાસ્ત્ર – આવી વિદ્યાઓ દ્વારા પિતાનું સંયમી,
જીવન જે ન ચલાવે તે જ સાધુ કહેવાય. (૮) મંત્ર, જડીબુટ્ટી, આદિ મૂળિયાં અને જુદી જુદી જાતના વૈશ્વિક ઉપચારે
જાણીને આચરવાં કે વમન કરાવવું, જુલાબ આપવા, ધૂપ દેવા, આંખનાં અંજન બનાવવાં, સ્નાન કરાવવું, રેગ આવ્યે આતુરતાપૂર્વક માતાપિતાદિને સંભારવા અને વૈદ્યક શીખવું એ ત્યાગીઓને માટે યોગ્ય નથી, માટે તેને છોડી દે તે જ સાધુ કહેવાય.
ધ: ઉપરની વિદ્યાઓ અને તેને અંગે થતી ક્રિયાઓ પરિણમે એકાન્ત ત્યાગ ધર્મથી પતિત કરાવનારી જ નીવડે છે. માટે જૈન મુનિએ તેવી ક્રિયા કરતા નથી અને કરનારને અનુમોદને પણું આપતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org