________________
ઈષકારીય
નેધ : આ વચન પુરોહિતનાં છે. તે એમ બતાવે છે કે સંયમને હતું સુખ મેળવવાને છે. તે સુખ તમને સ્વયં મળ્યું છે માટે સંયમ શા માટે લે છે ? વાસ્તવિક રીતે સંયમ, યોગ કે તપ ભૌતિક સુખ માટે છે જ નહિ. કેવળ આત્મસુખ પ્રાપ્ત કરવાનાં જ તે સાધને છે. . . . . (૧૭) (પુત્રોએ કહ્યું : હે પિતાજી !) સાચા ધર્મની ધુરાના અધિકારમાં-સ્વજન,
ધન કે કામગોની કશી આવશ્યક્તા હતી જ નથી. તે માટે તે અમે જગતમાં પ્રતિબંધ રહિત ફરનારા અને ભિક્ષાજવી બની ગુણના સમૂહને કરનારા એવા સાધુ થઈશું.
નેધ : આ નાના ઘરનું મમત્વ છોડી આખા વિશ્વમાં પ્રવેશ કરીશું અને ભિક્ષાવી આદર્શ સાધુ બની આત્મગુણની આરાધના કરશું. " (૧૮) જેમ અરણિમાં અગ્નિ, દૂધમાં ઘી અને તલમાં તેલ ન દેખાવા છતાં
સંયોગબળથી ઉત્પન્ન થાય છે, તે જ રીતે હે બાળકે ! પંચભૂતાત્મક શરીરમાંથી જ જીવ ઉત્પન્ન થાય છે. અને શરીરના નાશની સાથે જ જીવ નષ્ટ થાય છે. શરીર નાશ પામ્યા પછી ચેતન રહેતું જ નથી. (ત પછી ધર્મ શા માટે ? અને સંયમ શા માટે ?)
:: » I ધ : ચાર્વાક મતનું એ કથન છે કે પંચ મહાભૂતથી જ કઈ શક્તિ -ઉત્પન્ન થાય છે અને તે શરીરની સાથે જ ક્ષીણ થાય છે. પરંતુ વાસ્તવિક રીતે ચેતન શક્તિને ક્ષય કદી થઈ શકે જ નહિ. અરણિ, તલ અને દૂધમાં અગ્નિ, તેલ અને ઘી બહાર ન દેખાવા છતાં તે અવ્યક્ત રીતે અવશ્ય રહ્યું જ હોય છે. તેમ શરીર ધારણ કરતી વખતે કર્મથી સંડોવાયેલું ચેતનતત્વ રહેલું જ હોય છે.
અને શરીર ક્ષીણ થયે (ર્માનુકૂળ) બીજા શરીરમાં જાય છે. . " ' (૧૯) (પુત્રોએ કહ્યું : હે પિતાજી !) આત્મા અમૂર્ત હેવાથી ઈદ્રિયો દ્વારા
ગ્રહણ કરી (જઈ કે સ્પશી) શકાતો નથી. વળી ખરેખર અમૂર્ત હોવાથી જ તે નિત્ય ગણાય છે. આત્મા નિત્ય હોવા છતાં જીવાત્મામાં રહેલા અજ્ઞાનાદિ દોષાએ કરીને તે બંધાય છે. આ બંધન એ જ સંસાર પરિભ્રમણનું કારણ છે એમ મહાપુરુષે કહે છે..
ધ : જેટલાં અમૂર્ત દ્રવ્યું છે તે બધાં નિત્ય હોય છે. જેમકે આકાશ અમૂર્ત છે. તો તે નિત્ય જ છે. પરંતુ આકાશદ્રવ્ય અખંડ નિત્ય છે અને જીવાત્મા (કમથી બંધાયેલ છવ) પરિણમી નિત્ય છે. અને તેથી જ કર્મવશાત તે નાના મેટા આકારમાં પરિણમી ઉચ્ચ નીચ ગતિમાં ગમન કરે છે. . . . .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org