________________
ઉત્તરાથયન સૂત્ર (૧૨) વેદે માત્ર ભણી જવાથી તે શરણરૂપ થઈ શક્તા નથી. જમાડેલા બ્રાહ્મણો
કંઈ પ્રકાશ [આત્મભાનમાં લઈ જઈ શકતા નથી તેમ ઉત્પન્ન થયેલા પુત્રો પણ કંઈ [પાપકર્મનાં ફળ ભોગવવામાં શરણરૂપ થતા નથી. તે હે પિતાજી ! આ આપનું કથન કેણુ માની શકે?
નેધ : પિતાના ધર્મને ભૂલેલા બ્રાહ્મણોને જમાડવાથી કંઈ સધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. બલકે અજ્ઞાન પેસે છે. વેદોનું અધ્યયન જ કંઈ સ્વર્ગ આપી શકે નહિ. સ્વર્ગ કે મુક્તિ તે આચરેલે સત્યધર્મ જ આપી શકે. (૧૩) વળી કામભોગ પણ ક્ષણમાત્ર જ સુખ અને બહુકાળ દુઃખ આપનારા
છે. જે વસ્તુમાં ઘણું દુ:ખ હોય તે વસ્તુ સુખ કરનાર શી રીતે માની શકાય ? એટલે કે કામભોગો એકાંત અનર્થની ખાણ અને મુક્તિમાર્ગના શત્રુરૂપ જ છે.
, . " , (૧૪) વિષયસુખને માટે જ્યાં ત્યાં ભમતો જીવ; કામભોગથી ન નિવતાં હમેશાં - રાત્રિ અને દિવસ બળતું જ રહે છે. વળી કામગોમાં આસક્ત થયેલ
(બીજા માટે દૂષિત પ્રવૃત્તિ કરનાર) પુરુષ ધનાદિ સાધનોને શોધતાં શોધતાં
જરાવસ્થાથી ઘેરાઈને મૃત્યુ પામે છે. : ધ : આસક્તિ એ આત્મમાર્ગથી ભુલાવી સંસારમાં ભટકાવે છે. આસક્ત મનુષ્ય અસત્ય ભાગમાં આખું જીવન વેડફી નાખે છે. અને આખરે તે વાસનાને જ સાથે લઈ મૃત્યુને શરણે જાય છે. ' (૧૫) આ (સુવર્ણ, ઘરબાર વગેરે મારું છે અને આ મારું નથી. આ મેં
(વ્યાપારાદિક) કર્યું અને આ નથી કર્યું. આ પ્રમાણે બડબડતા પ્રાણીને રાત્રિ અને દિવસોરૂપી ચોરો (આયુષ્યને) ચોરી રહ્યા છે. માટે શા સારુ પ્રમાદ કરો ?
ધ : મમત્વના ગંદા વાતાવરણમાં તો જીવમાત્ર સબડી રહ્યા છે. પિતાની માનેલ વસ્તુ પર આસક્તિ અને અન્ય પર દ્વેષ એ આખા જગતની મનોવૃત્તિ છે. ત્યાં સમજુ મનુષ્ય જાગૃત રહી શકે છે અને જે સમય ગયે તે ફરી ફરી મળતો નથી તેમ માની પોતાના (આત્મશોધનના) ભાગમાં પ્રયાણ કરે છે. (૧૬) (પિતા કહે છે , જેને માટે આખો સંસાર (બધે પ્રાણું વગ) મહાન
તપશ્ચર્યા (ભૂખ, દુઃખ, ટાઢ તા૫) કરી રહ્યો છે. તે અખૂટ સંપત્તિ, સ્ત્રીઓ, સ્વજનો અને કામભોગો તમને ખૂબ સ્વતંત્ર રીતે મળ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org