SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ છપુકારીયા ચારિત્રશાળી)ઓના તપ (સંયમી જીવન)માં બાધા કરનારુ વચન બોલ્યા : વેદના પારંગત પુરુષે “પુત્રરહિત પુરુષ ઉત્તમ ગતિને પામતા નથી.” તેમા કહે છે. નેધ : अपुत्रस्य गतिर्नास्ति स्वर्गों नैव च नैव च। तस्मात् पुत्रमुखौं दृष्ट्वा पश्चाद् धम समाचरेत् ।। વેદધર્મનું આ વચન માત્ર અમુક અપેક્ષાએ કહેવાયેલું છે. વેદ ધર્મમાં પણ બ્રહ્મચારી અવસ્થામાંથી કેક ત્યાગી પુરૂ પાડ્યા છે. અને કહ્યું છે કે – - अनेकानि सहखाणि कुमारा ब्रह्मचारिणः । स्वर्गे गच्छति राजेन्द्र अकृत्वा कुलसततिम् ॥ તે બને બાળકોએ હજુ ત્યાગીને વેશ ધારણ કર્યો ન હતો. અહીં ભાવનાનું પ્રબળપણું બતાવવા માટે મુનિપદ લીધું છે. (૯) માટે હે પુત્રો! વેદને બરાબર ભણીને, બ્રાહ્મણને સંતોષીને તેમજ સ્ત્રીઓ સાથે ભોગ ભોગવીને અને પુત્રોને ઘરની વ્યવસ્થા સપીને, પછી જ અરણ્યમાં જઈ પ્રશસ્ત સંયમી થજે. નોંધ : તે કાળમાં બ્રાહ્મણોને દાન આપવું અને વેદોનું અધ્યયન કરવું તે બને, ગૃહસ્થધનાં ઉત્તમ અંગે મનાતાં. મુળધર્મની છાપ દરેક જીવ પર રહે જ છે તેથી અહીં બ્રહ્મચર્યાશ્રમ પછી ગૃહસ્થાશ્રમ પાળી ત્યાર બાદ વાનપ્રસ્થાશ્રમ સ્વીકારવાનું કહે છે. પરંતુ આવું પ્રતિપાદન કરવામાં ખાસ કરીને પુત્રો પરની આસક્તિ જ સ્પષ્ટ જણાય છે. (૧૦) બહિરાત્માના ગુણ (રાગ) રૂપી લાકડાંથી અને મેહરૂપી વાયુથી અધિક જાજ્વલ્યમાન એવા પુત્રવિયોગના શોકરૂપી અગ્નિથી બળતા અંત:કરણવાળા અને દીનવચન (રે પુત્રો ! ત્યાગી ન બને એમ મેહથી વલવલાટ કરતા અને વારંવાર બોલતા– (૧૧) વળી જુદાં જુદાં પ્રલોભન આપતા તથા પોતાના પુત્રોને કમપૂર્વક ધન વડે ભેગજન્ય સુખનું નિમંત્રણ કરતા એવા પુરોહિત (પિતા)ને તે બન્ને કુમારો વિચારપૂર્વક આ વાકય કહેવા લાગ્યા : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001220
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1991
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy