________________
ઉત્તરાયયન સ (૨૦) આજ સુધી અમે મેહના બંધનથી ધર્મને જાણી શકતા ન હતા અને તેથી
જ ભવચક્રમાં રૂંધાતા અને કામગેમાં આસક્ત થતા થતા પાપનાં કામ કયે જ જતા હતા. પણ હવે જાણ્યા પછી ફરીથી તેમ નહિ કરીએ.
નેધ : એક વખત અમે પણ અજ્ઞાનથી શરીર મેહમાં રાચી પાપ પુણ્ય નથી, પરલોક નથી. એમ તમારા કહેવા પ્રમાણે માન્યતા ધરાવતા હતા. પરંતુ હવે જાણ્યા પછી તે વસ્તુ અંતરમાં જરા પણ ઊતરતી નથી. (૨૧) સર્વદિશાથી ઘેરાયેલે આ આખે સંસાર તીક્ષણ શસ્ત્ર ધારાઓ (આધિ.
વ્યાધિ અને ઉપાધિના તાપ)થી હણાઈ રહ્યો છે. તેથી ગૃહજીવનમાં લેશમાત્ર
પ્રીતિ ઉત્પન્ન થતી જ નથી. (૨૨) હે પુત્રો ! શાથી આ લેક વીટાયો છે ? શાથી આ લોક હણાઈ રહ્યો.
છે ? સંસારમાં ક્યા ક્ષીણ શસ્ત્રોની ધારાઓ પડી રહી છે? તે ચિંતામાં
પડેલા મને તમે સત્વર કહો. ૨૩) (પુત્રો કહે છે :) આ આખો લેક મૃત્યુથી પીડાઈ રહ્યો છે અને જીણું"
અવસ્થા (ધરડાપણું)થી વિંટાઈ રહ્યો છે. તીક્ષણુ શસ્ત્રધારારૂપ રાત્રિ દિવસ આયુષ્યને ક્ષણે ક્ષણે કરી રહ્યાં છે. એ પ્રમાણે હે પિતાજી ! તમે આ.
વાતને ખૂબ વિચારે. (૨૪) જે જે રાત્રિદિવસ જાય છે તે પાછાં ફરતાં નથી. આવા ટૂંક કાળના
જીવનમાં અધર્મને કરનારના સમયે નિષ્ફળ ચાલ્યા જાય છે.
નોધ : અમૂલ્ય ક્ષણે પુનઃ પુનઃ સાંપડતી નથી. સમય જતાં જતાં પણ પશ્ચાત્તાપને મૂકી જાય છે. (૨૫) જે જે રાત્રિદિવસ જાય છે, તે પાછાં ફરતાં નથી. પણ સધર્મના આચર
નારને તે સફળ થઈ જાય છે.
નોંધ : સમયને સદુપયેગ કરનારને સમય હાથમાંથી ગયા પછી પસ્તાવું પડતું નથી.
* પુત્રનાં અમૃત વચનેએ પિતાનું હૃદય પલટાવ્યું હતું છતાં વાત્સલ્યને પ્રવાહ વિખૂટાં પાડતાં રોકી રહ્યો હતો.
તે બોલ્યા :(ર૬) હે પુત્ર! સમ્યકત્વસંયુક્ત થઈને (આસક્તિ રહિત બનીને) ડે કાળ
ચારે જણું (માતા, પિતા અને બે પુત્રો) ગૃહસ્થાશ્રમમાં થોડો વખત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org