________________
: ૭૮ :
નિહ્નવવાદ હતા ? છતાં વિપરીત વિચારણાને કારણે તે સર્વ શક્તિ, ભક્તિ કે યુક્તિની કિંમત ન કરતાં તેમને શાસનથી દૂર કરી દેવામાં આવ્યા હતા. હજુ પણ અમિત્ર સમજે તો સાથે લઈ લેવાય એમ વિચાર કરી આર્ય મહાગિરિજી મહારાજે નગરશેઠને પિતાની પાસે બોલાવ્યા.
નગરશેઠ સાથે મસલત–
વન્દન કરી નગરશેઠે વાત શરુ કરીઃ “સાહેબ ! ચારેક દિવસ ઉપર આપશ્રીએ અશ્વમિત્રજીના સમ્બન્ધમાં જણાવ્યું હતું તે પ્રમાણે કુશલપુરથી ઉદયરાજ, જિનદાસ, ધર્મદાસ. સમધર, અર્જુનસિંહ વગેરે આગેવાન શ્રાવકો અહીં આવ્યા હતા ત્યારે મેં તેઓને વાત કરી હતી કે “અશ્વમિત્રજીએ અહીંથી અમુક અમુક કારણોસર રાજગૃહ તરફ વિહાર કરેલ છે. એક બે દિવસમાં તમારે ગામ પહોંચશે. તમે તેમના પ્રત્યે અનુરાગવાળા છે ને ધર્મ તરફ પણ સારી રુચિ ધરાવે છે તો સમજાવી આ વૈમનસ્ય દૂર થાય ને તેઓ ઠેકાણે આવે તેવા પ્રયત્ન કરજે.” તેઓએ કહ્યું હતું કે “સારું, અમારાથી બનતા સર્વ પ્રયત્ન કરીશું. પણ અધમિત્રછ આગ્રહી સ્વભાવના છે, તે અનુભવ અમને તેઓ અમારે ત્યાં પહેલાં રહેલા ત્યારે થયેલો, એટલે જલદી સમજી જાય એમ તે નથી લાગતું. છતાં પણ અમે પ્રયાસ કરવામાં કચાશ નહીં રાખીએ.” મેં તેમને આપને મળીને જવાનું કહ્યું હતું એટલે તેઓ આપશ્રી પાસે જરૂર આવ્યા હશે. આપને શું જણાય છે ?”
આચાર્ય મહારાજે કહ્યું, “કુશલપુરના શ્રાવકો અહિં આવ્યા હતા. તેમને પ્રયત્ન સફલ થાય તો સારું, પણ તે લેક વ્યવહારુ અને વણિક સ્વભાવવાળા હોવાથી સમજુતાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org