________________
ચતુર્થ નિકૂવ આર્ય અમિત્ર:
: ૭૭ :
કબૂલ ન કરે ને ઊલટું સામું વળગે કે તમે ભૂલે છે, મારી સમજ સત્ય જ છે ! એ કેમ ચાલે? કઈ સામાજિક વિચારણું કે વ્યવહારુ વાત હોય તો નભાવી લેવાય, પણ શાસ્ત્રીય વિષયમાં-સર્વાભાષિત આગમના એક પણ વિચારમાં એ ન ચલાવી શકાય. જે એવું ચલાવ્યું હોત આજે જેમ ઈતર દર્શનમાં કહેવાય છે કે – श्रुतिविभिन्ना स्मृतयोऽपि भिन्ना, नैको मुनिर्यस्य वचः प्रमाणम् ।। धर्मस्य तत्वं निहितं गुहायां, महाजनो येन गतः स पन्थाः ।।
એ જ પ્રમાણે જૈન દર્શનમાં પણ ગવાત કે– चुण्णी विभिण्णा भासं विभिण्णं, नेगो मुणी जस्स वयं पमाणं ॥ धम्मस्स तत्तं निहिअंगुहाए, महाजणोजेण गओ स मग्गो ।
પણ એ નથી ગવાતું તેનું કારણ એક જ છે કે આવા ઉદ્ધત વિચારવાળા મુનિઓને મહત્ત્વ નથી અપાયું.
શક્તિ સરલતાથી શોભે છે. નમ્રતા વિદ્વત્તાને દીપાવે છે. લઘુતાથી પ્રભુતા પ્રકાશે છે. “સલુનમૂષા દ્િ વિનાઃ” વિનય સકલ ગુણનું ભૂષણ છે. ભૂલને ભૂલ તરીકે સમજવી, સમજ્યા પછી તેને સર્વ સભા સમક્ષ કબૂલ કરી સુધારવી, ને પાયશ્ચિત્તપૂર્વક પવિત્ર થવું એ સરલતા સિવાય કદી ન બને. દ્વાદશાંગીના ધારક-અનન્તલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામિજી ગણધર જેવા પણ ભૂલ્યા હતા, અને ભૂલ કબૂલ કરી શ્રાવક પાસે “મિચ્છામિ દુક્કડ' દઈ આત્માને ઉજજવળ બનાવ્યું હતું, એ સર્વ જુ હદયને પ્રભાવ. “દવમેવ મે' એ જાપ જેણે જ છે તે કદી મિથ્યા આગ્રહમાં ન ફસાય. જમાલિ, આર્યતિથગુપ્ત, આર્ય આષાઢાચાર્યના શિષ્ય વગેરે શું શક્તિવાળા અને વિદ્વાન ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org