________________
: ૭૬ :
નિશ્વયથાર :
છે. જેમાસુ પણ નજીકમાં આવે છે. અનુકૂળ ક્ષેત્ર માટે પણ જોવાનું રહે છે, માટે અઠવાડીયું તે સ્થિરતા કરી શકાય તેવા સંયોગે નથી પણ તમારો આગ્રહ છે ને આ વિષય સમજવાની ઈચ્છા છે તો આવતી કાલે સ્થિરતા કરીશું.” “સારું સાહેબ ! “ત્રિાસ્ટ યરના” આપ આરામ કરો."
( સર્વે જાય છે.)
( ૪) આર્ય મહાગિરિજી મહારાજનું મનેમળ્યુન
આર્ય અશ્વમિત્ર જેવા વિદ્વાન અને અભ્યાસી શિષ્યને સમુદાયથી જુદા કર્યા પછી આર્ય મહાગિરિજી મહારાજને હૃદયમાં દુઃખ થયું ને એકદા તેમને નીચે પ્રમાણે વિચાર આવ્યા. - “ વિષમ દુઃષમ કાળને શું વિચિત્ર પ્રભાવ છે? પાંચમા આરાનો કે વિષમ સ્વભાવ છે ? કે આવા સુજ્ઞ અને વિચારશીલ સાધુઓ પણ ભૂલે છે. ભૂલે છે એટલું જ નહિં પણ તે સમજતા પણ નથી ને મિથ્યા આગ્રહથી સામા થાય છે. અનેક વખત સમજવાની તક આપી છતાં અલ્પમિત્રને સન્માગે ન સૂઝયો તે ન જ સૂઝયો. સાધુ સમુદાયમાં એ એક રત્ન સમાન હત, સંઘને સાચવવામાં સમર્થ હતો, સાધુઓને કેળવવાની તેનામાં કુશળતા હતી. મારા ઘણા કાર્ય તેણે ઉપાડી લીધા હતાં. વ્યાખ્યાન વાંચવું, બીજા મુનિઓને અધ્યયન કરાવવું, ક્રિયાકાંડનું શિક્ષણ આપવું, વગેરે સર્વ બાબત તે હોંશિયારીપૂર્વક કરી લેતા. આમ એકાએક તેને સમુદાયથી જુદે કરવાને મારે વિચાર ન હતો, પણ અસમંજસ આચાર કરતાં અસમંજસ વિચાર શું એ છો ભયંકર છે? મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે. ભૂલે તેમાં નવાઈ નહિં. પણ ભૂલને ભૂલ તરીકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org