________________
: ૭૦ :
નિભવવાદ :
( ૨ ઉપાશ્રયમાં–
આર્ય અશ્વમિત્રે ઉત્સાહપૂર્વક પ્રવેશ કર્યો, ને વિશાળ માનવમેદની સમક્ષ મધુર ને સચોટ શૈલીથી પ્રવચન આપ્યું, તે આ પ્રમાણે –
સંસાર ક્ષણિક છે એમ સર્વ કઈ માને છે. ત્યાગ કરવા ગ્ય છે તે પણ સર્વસમ્મત છે. સંસારમાં કોઈપણ પદાર્થ ઉપર રાગ ન થાય ને વૈરાગ્ય તરફ સહજ ચિત્તવૃત્તિ વળે. માટે સર્વ દર્શને પ્રયત્ન કરે છે. બૌદ્ધ દર્શનનું તે માટે કહેવું છે કે સર્વ પદાર્થો ક્ષણિક છે. જગત્ વિનશ્વર છે. ક્ષણ પૂર્વે જોયેલ ક્ષણ પછી નથી દેખાતું. પળ પહેલાં પ્રેમ કરનાર પળ પછી દ્રષ કરે છે. એવી કઈ વસ્તુ છે કે જેમાં ક્ષણ બાદ ફેરફાર ન થયે હોય ? માટે જે કંઈ છે તે સર્વ એક ક્ષણ રહી વિનાશ થવાના સ્વભાવવાળું છે. બૌદ્ધ દર્શન તે ફક્ત આ વિચારણું ઉપર ભાર આપીને તેને પલવિત કરે છે. એ વિચારમાં એકાન્ત આગ્રહ પકડવાથી તે જૈન દર્શનથી જુદું પડી ગયું છે. કોઈ દર્શન પરબ્રહ્મ એક જ છે એમ માનીને દેખાતો સંસાર સર્વ શૂન્ય છે એમ બતાવી તેને હેય કહે છે. કોઈ માયામય માનીને નિઃસાર કહે છે. ગમે તેમ છે પણ સર્વ અનિત્ય અને અસાર છે તે ચોક્કસ છે, માટે કોઈપણ પદાર્થ ઉપર રાગ-દ્વેષ ન કરતાં સમભાવ કેળવવો એ જ પરમપદ પામવાને પવિત્ર પર્ચે છે. ' એ પ્રમાણે વ્યાખ્યાન આપ્યા બાદ આર્ય અશ્વમિત્ર સ્વકાર્યમાં પ્રવૃત્ત થયા. ગુરુજીથી છૂટા થયા બાદ તેમને દિવસે દિવસે “ હું માનું છું તે સાચું જ છે ”એ આગ્રહ વધારે ને વધારે દઢ થયે હતે. જનતાને પોતાના પક્ષમાં દોરવાને તેઓ વિશે સાવધ રહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org