SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ નિહ્નવ આર્ય અમિત્ર હતા. વાતચિતમાં, વ્યાખ્યાનમાં, ઉપદેશમાં, એમ સર્વમાં આડકતરી રીતે તેઓ પિતાના વિચારોનું પ્રતિબિંબ પાડતાં. આહારપાણી કર્યા બાદ કંઈક સમય બાદ તેઓ બેલ્યા. સુભદ્રવિજયજી ! આ, લાવો, તમને પેલા આલાવાને અર્થ સમજાવું.” “જી, પણ વાપરીને આવું.' (તેઓ આવ્યા એટલે) “તમારે કયાં સુધી અધ્યયન થયું છે ?” છ મારે બીજા પૂર્વના બે વસ્તુ સુધી અભ્યાસ થયો છે. આપને પૂ. ગુરુમહારાજશ્રી સાથે મતભેદ થયે તે વિષય તો દશમા પૂર્વમાં આવે છે નહિં?” , “હા, તેનું સંપૂર્ણ નામ વિજ્ઞાનપ્રવાદ પૂર્વ છે. પણ ભીમસેનને જેમ ભીમ કે સેને કહીને પણ બોલાવાય છે તેમ આ પૂર્વ પણ વિદ્યાપ્રવાદ અથવા અનુપ્રવાદ કહેવાય છે.” જી, તે પૂર્વમાં કેટલા વસ્તુ છે ?” તેના પન્નર વસ્તુ છે. તેમાં આ ક્ષણિકવાદને વિષય નૈપુણિક નામના વસ્તુમાં આવે છે.” “ છે, તેમાં કયા પાઠ ઉપરથી આ ચર્ચા થઈ હતી?” જુઓ, તે હઠ આ પ્રમાણે છેपडुपनसमयनेरइया सवे पोच्छिजिस्सति । एवं जाव वेमाणियत्ति, एवं बीयाईसमयेस वि वत्त । એ પાઠ અર્થ આ પ્રમાણે છેઃ “પ્રત્યુત્પન્ન સમયના (જે સમયે નરકમાં ઉત્પન્ન થયા તે સમયના) સર્વ નારકીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy