________________
ચતુર્થ નિહ્નવ આર્ય અમિત્રઃ
ભદ્રવિજયજીએ ઉપર પ્રમાણે કહ્યું એટલે તેમને દઢ કરવા સુભદ્રવિજયજી ફરી બોલ્યા. - “ આપણે સ્યાદ્વાદી એટલે “આ પણ સાચું ને તે પણ સાચું,” “આ યે ખરું ને તે એ ખરું” એમ અવ્યવસ્થિત વિચારવાળા નથી. સ્યાદ્વાદ એમ માનવા કે મનાવવા કહેતે પણ નથી. ઊલટું તે તે એક દષ્ટિને દૂર કરીને અનેક દષ્ટિએ વસ્તુને જોવાનું કહે છે, સ્યાદ્વાદ જેમ મિથ્યા આગ્રહને છોડાવે છે, તેમ સંશયવાદને પણ નિરાસ કરે છે. દ્રવ્યાર્થિક દૃષ્ટિએ ઘટ નિત્ય જ છે, અને પર્યાયાર્થિક દૃષ્ટિએ ઘટ અનિત્ય જ છે એમ નિશ્ચયપૂર્વક સ્યાદ્વાદી જ કહી શકે છે. સ્યાદ્વાદને સ્વીકાર્યા સિવાય એવકારથી (જ-કારથી) વાત કરનાર ક્ષણવારમાં ચૂપ થઈ જાય છે. જમાલિની ભૂલમાં તેમનો મિથ્યા આગ્રહમતિનો વિભ્રમ ભાગ ભજવતો હતે. “ખુદ ભગવાન પણ ભૂલ્યા છે” એમ એમની પાસે મિથ્યાભિમાન બેલાવતું હતું. શ્રી વીરપરમાત્માના “વિદચમા ક્ર' વગેરે વચને અસત્ય છે, એમ કહીને તેઓ મિથ્યાત્વ વૃત્તિવાળા બન્યા હતા. પ્રભુએ જાતે સમજાવ્યા છતાં સમજ્યા નહિં એટલે તેમની તેવી સ્થિતિ થઈ. આપણે પ્રભુના અમુક વચને મિથ્યા છે, એમ થોડું કહીએ છીએ ? આ તે તેઓશ્રીના વચનને અર્થ કરવામાં જે મતફેર છે તેને અંગે વિવાદ છે. તે મતફેર ટળી જાય તે બીજે કંઈ થોડે આગ્રહ છે? મોટા ગુરુમહારાજશ્રી સર્વજ્ઞ તે નથી કે તેઓશ્રી અર્થ કરવામાં ન જ ભૂલે.....”
સુભદ્રવિજયજી સમજાવતા હતા એટલામાં “મથએણ વંદામિ ” કહીને એક શ્રાવકે આવીને કહ્યું: “પધારે સાહેબ, ગુરુમહારાજજી આપની રાહ જોઈને બહાર વિરાજ્યા છે. પ્રવેશ કરવાને આપ પધારો એટલી જ વાર છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org