________________
: ૬૮:
નિહ્નવવાદ :
સાથે
2 કે ત્યારસન આ
શાસ્ત્રની એક એક વાત એટલી ઝીણી અને ઊંડી હોય છે કે તેમાં વિચાર કર્યા વગર હા-એ-હા કરી ચલાવવામાં આવે તે ઘણી વખત મોટા ભૂલતા હોય તે તે ભૂલની પરંપરા એમ ને એમ ચાલુ જ રહે છે. તમને શાસ્ત્રીય સૂક્ષ્મ અભ્યાસ નહિં એટલે તમે ન સમજે, પણ આ વિચાર જેટલા આગ્રહપૂર્વક પકડવામાં આવ્યું છે, તેટલે જ ઊંડે અને મહત્તવને છે. આ વિચારની એક બાજુ પકડીને આખું બૌદ્ધ દર્શન ચાલે છે. થોડી પણ કચાશ રાખીને આ વિષય છેડી દેવામાં આવે તો એકદમ દુર્નયના સામ્રાજ્યમાં ગબડી જવાય.
“સિદ્ધાન્તના ભેગે ફક્ત અમુક મુનિના અ૫ અનુરાગથી તમે ત્યાં રહેવા લલચાવ, તે મને ઈષ્ટ ન લાગ્યું એટલે મેં તમને સાથે આવવા આગ્રહ કર્યો. વિચારભેદ ન થયો હોત તે તમે અહિં રહો કે ત્યાં તે બન્ને સરખું હતું. સુભદ્રવિજયજીએ ભદ્રવિજયજીને આશ્વાસન આપ્યું. તેમને પિતાના પક્ષ માટે ગર્વ હતો. કંઇક સમજ હતી એટલે ઉપર પ્રમાણે બચાવ કર્યો. - “ સિદ્ધાન્તની સત્ય બાજુને વળગી રહેવા તમે કહ્યું પણ સત્ય બાજુ નક્કી કરવી ઘણી મુશ્કેલ હોય છે. સ્યાદ્વાદને માનનારા આપણે આ આગ્રહ પકડીએ તે ઠીક ન કહેવાય. તમે સમજુ છે એટલે માનતા હશે કે આપણે સાચે પથે ચહ્યા છીએ, પણ ઘણી વખત સમજુ પણ આગ્રહવશ માર્ગ ચૂકી જાય છે. જમાલિ કેટલા સુજ્ઞ ને વિજ્ઞ હતા, છતાં આગ્રહવશ તેમની કેવી સ્થિતિ થઈ? જી એવી વસ્તુ છે કે તે પકડ્યા પછી છોડવી બહુ મુશ્કેલ છે. આપણે આમ આગ્રહ કરી છૂટા ન પડયા હોત ને સમજુતીથી કોઈ સારા માર્ગ કાઢ્યો હોત તો આપણું, તેઓશ્રીનું અને શાસનનું કેટલું સુન્દર દેખાત?”
ઉપર*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org