________________
: ૬૨ :
નિહવવાદ : શા માટે આહાર-પાણું, વસ્ત્ર-પાત્ર વગેરેને ત્યાગ કરતા નથી? તેમાં પણ શી ખબર પડે કે આ ભાત છે ને ઝેર નથી ? આ પાણી છે પણ મદિરા નથી ?
–અમને અમારા જ્ઞાનથી તે તે પદાર્થોમાં અંશે અંશે તે નિશ્ચય થાય છે, ને તેથી વસ્ત્ર, પાત્ર, ભાત પાણી વગેરેમાં ખબર પડે છે કે આ ભાત જ છે; વિષ નથી. આ પાણે જ છે મદિરા નથી. વળી તે પ્રવૃત્તિઓ અનિવાર્ય હોવાથી અમે ચાલુ રાખી છે.
સ્થ૦-જેમ તેમાં તમે કંઈક નિશ્ચય કરી પ્રવૃત્તિ કરો છે તે જ પ્રમાણે મુનિઓના વન્દનાદિમાં પણ બાહ્ય લિંગોથી કંઈક નિણય કરી પ્રવૃત્તિ ચાલુ રાખે, તે પણ શાસ્ત્રજ્ઞા પ્રમાણે અનિવાર્ય છે. શ્રુતજ્ઞાનથી તમે આતર પરિણામ ન જાણી શકતા હો તે પણ બાહ્ય પરિણામ તે જાણી શકાય છે.
મ–અમને કોઈપણ સમય ભાત પાણી વહોરવામાં ભાતને બદલે વિષ કે પાણીને બદલે મદિરા આવ્યા નથી, ને તેથી તેમાં અમને શંકા રહેતી નથી, પણ આ મુનિઓના વિષયમાં તો અમારું હૃદય ડંખ્યા જ કરે છે. દૂધથી દાઝેલે જેમ છાશને પણ ફૂંકી ફૂંકીને પીવે છે ને દૂધની સામુંયે જતો નથી તેમ અમને આ વન્દનાદિમાં ઉલ્લાસ જ થતું નથી. - સ્થા–જે તમને એમજ છે તો તમે કેટલી વાર મુનિએને દેવસ્વરૂપે જોયા? આ આષાઢ દેવ સિવાય બીજું કયું દૃષ્ટાન્ત છે, કે જેથી તમારું હૃદય શંકિત જ રહ્યા જ કરે છે. પ્રવૃત્તિ હંમેશા મેટા સંવાદ ઉપર ચાલે છે. વિશેષ સંવાદ તે સર્વ મુનિઓને છે માટે મુનિ માની પ્રવૃત્તિ કરો. કદાચ એમ માની લે કે આ મુનિએ નથી પણ દેવ છે તે પણ તમને એ નિર્ણય તો નથી કે બધા દેવ જ છે. તમારા જ્ઞાન પ્રમાણે તમે બધાને મુનિસ્વરૂપે જ જુઓ છો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org