________________
તૃતીય નિદ્ભવ અવ્યક્તવાદી :
: ૩૯ : મધ્યાહ્ન બાદ વાચના આપવી, આવશ્યક ક્રિયાઓમાં અપ્રમત્ત રહેવું, શેષ મુનિઓના શિક્ષણમાં લક્ષ્ય રાખવું, સંઘવ્યવસ્થામાં ધ્યાન આપવું અને સાથે સાથે સૂરિપદના વિશિષ્ટ વિધિ-વિધાનો પણ આરાધવા ઈત્યાદિ કાર્યોમાં આચાર્ય મહારાજશ્રીને સહજ પણ વિશ્રાંતિ રહેતી નહિ. સાચે જ મેટાની મોટાઈ અપ્રમત્તભાવે ઉદ્યમશીલ રહેવામાં જ સમાયેલી છે.
એ પ્રમાણે તાબિકા નગરીમાં વિશાળ સાધુસમુદાયની સ્થિરતા સાધુઓને અને ત્યાંની જનતાને બન્નેને લાભકારી હતી.
(૨) એકાએક આચાર્યશ્રીનું અવસાન
માનવ શરીર અમુક પરિશ્રમ બાદ વિશ્રામ માંગે છે, પરંતુ સજજનોનો એવો સ્વભાવ હોય છે કે તેઓ કોઈ પણ કાર્ય પોતે પાર પામી શકે તેમ ન હોય તો તેની શરુઆત કરતા નથી, અને કદાચ શરુ કરે તો તેને પ્રાણુને પણ અધવચમાં અપૂર્ણ મૂકતા નથી. આર્ય આષાઢાચાર્ય શરુ કરેલ પ્રવૃત્તિમાં હાથમાં લીધેલા કાર્યોમાં રાત્રિદિવસ સતત પ્રયત્નશીલ રહેતા હતા. એક દિવસ એકાએક આયુકર્મની પૂણહતિ થવાથી–જીવનદરનો છેડે આવવાથી રાત્રિના સમયે વેદનીય કર્મના ઉદયથી હૃદયમાં શૂળ થયું ને આચાર્યશ્રી કાળધર્મ પામ્યા, વિનશ્વર-ક્ષણભંગુર માનવદેહનો ત્યાગ કરી સૌધર્મદેવલાકના નલિની ગુલમ વિમાનમાં ઉત્પન્ન થયા.
કે નલિની ગુમ વિમાન એક સૌધર્મ દેવલેકમાં છે, ને બીજુ આઠમા સહસ્ત્રાર નામના દેવંલકમાં છે. વિશેષ પ્રસિદ્ધિમાં પ્રથમ છે.
અવંત સુકમાલની કથાથી જણાય છે કે તે વિમાન ઘણું જ મને હર, રમ્ય અને સુખસમ્પત્તિથી ભરપૂર છે. તેનું સ્વરૂપ સાંભળીને તે મેળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org