________________
: ૪૬ :
નિહાવાદ : આપ સમજી છે. આપ સત્ય માર્ગને પુનઃ અનુસરો છો એ આપની મત્તા છે. સત્ય માર્ગો ટકી રહેવા કરતાં ઊંધે માર્ગે ગયા પછી પાછું વળવું એ વિશેષ દુષ્કર છે. આજ આપ તે કરી બતાવી છે. આપ પ્રત્યે મેં કંઈપણ અનુચિત આચર્યું હોય તે હું ખમાવું છું.”
એમ કહી શ્રાવકે વિધિપૂર્વક સર્વ વહરાવ્યું ને પછી સર્વ સમુદાય સાથે કયાખ્યાન શ્રવણ કર્યું. શ્રી તિષ્યગુપ્ત અત્યાર સુધી જે વિચારોનું તેઓ સમર્થન કરતા હતા, તે જ પિતાના વિચારો અસત્ય છે એમ વ્યાખ્યાનમાં કબૂલ્યાં, ને જનતાને પણ પુનઃ મૂળમાર્ગને ઉપદેશ આપે.
પૂજ્ય વસુસૂરિજી મહારાજે જ્યારે આ સર્વ હકીકત સાભળી ત્યારે તેઓશ્રી ખૂબ આનન્દ પામ્યા. વિહાર કરી તિધ્યગુપ્ત ગુરુ મહારાજ પાસે આવ્યા ત્યારે પૂર્વના મતભેદની કતાને સર્વથા દૂર કરી ગુરુ મહારાજે બહુમાનપૂર્વક તેમને સાથે ભેળવી લીધા. મધ્યમાં આપેલ મિશ્યા ઉપદેશ અને કરેલ મિયા વિચારણાના પાપનું ઉચિત પાયશ્ચિત કરી તિધ્યગુપ્ત શુદ્ધ થયા, સન્માર્ગમાં દઢ બન્યા. છેવટે અનેક આત્માઓને પ્રતિબંધ કરી, અતિમ આરાધના સારી રીતે કરી, અન્તિમ અવસ્થામાં સુકૃત-અનુમોદન અને દુકૃત-ગર્પણ કરતાં સગતિના ભાજન થયા.
વિષમ બનતા જીવનને યુક્તિથી કેમ સુધારાય તેનું ઉજવળ ઉદાહરણ મિત્રશ્રી શ્રાવકે પૂરું પાડયું.
આ. તિષ્યગુમ હડાગ્રહ કરી શકાય છે ને છેડી પણ શકાય છે તેના આદર્શ દષ્ટાન્ત બન્યા.
इति नियवादे द्वितीयो निह्नवः समाप्तः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org