________________
દ્વિતીય નિષ્ણવ તિષ્યગુસ:
: ૪૫ : તીવ્ર ભક્તિ અને શ્રદ્ધાથી મેં આજે એ સિદ્ધાન્ત આચરણમાં મળે. જે તે સિદ્ધાન્ત યથાર્થ-વાસ્તવિક છે તે મેં આ સર્વ સમુદાયમાં આપની મશ્કરી શી કરી? જે આપને મારું આ વર્તન અસત્ય ને અનુચિત જણાયું હોય તે પ્રથમ આપ આપના અયથાર્થ-અવ્યવહાર–અવાસ્તવિક વિચારો ફેરો. શાથી આપને અન્ન-પાન-વસ્ત્ર-પાત્રના છેલ્લા એક એક કણથી તૃપ્તિ થતી નથી? જે અતિમ અવયવમાં વસ્તુનું સર્વસ્વ હોય તે તેનું કાર્ય છેલ્લા અવયવથી થવું જ જોઈએ. પણ પટનું કાર્ય જેમ ઘટ નથી કરતા તેમ એક તંતુ પણ ઠંડીથી ને લજજાથી રક્ષણ કરવારૂપ કાર્ય કરી શકતો નથી. એક અવયવમાં પૂર્ણ અવ્યવી માનવા માટે નથી કેઈ સબળ પ્રમાણ કે ઉદાહરણ નથી આપ્તવચન કે નથી કોઈ યુકિત. આપને શાથી આવા અસદ્ વિચારમાં મિથ્યાગ્રહ થયે તે જ નથી સમજાતું; માટે આપ આવા મિથ્યા વિચારને તિલાંજલિ આપ, ને શ્રી વીર પરમાત્માના વચનમાં પુનઃ સ્થિર થાઓ.’
મિત્રશ્રી શ્રાવકના આ કથનની આચાર્યશ્રીને સવળી અસર નીપજી.
ભૂલને એકરાર, આલેચના અને મૂળસ્થિતિમાં આવવું—
સદ્ભાગ્યને ઉદય થવાથી, દુષ્કમ નાશ પામવાથી આચાર્ય તિષ્યગુપ્ત પોતાના વિચારો ફેરવ્યા. તેમને સત્ય સમજાયું. સર્વ સમુદાય સમક્ષ તેમણે મિત્રશ્રી શ્રાવકનો ઉપકાર માન્ય ને કહ્યું કે “હે બહુશ્રુત શ્રમણે પાસક ! તું કહે છે તે સત્ય છે. તારા આ પ્રયોગથી મારે વ્યાહુ દૂર થયેલ છે. પૂર્વના તે પાઠ આશય મને હવે સમજાય છે.”
મિત્રશ્રીએ પણ ઉત્તર આપતાં જણાવ્યું કે-“ગુરુ મહારાજ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org