________________
: ૪૪ :
નિઢવવાદ : પૂર્ણ ભક્તિ અને આગ્રહને વશ થઈ આચાર્યો તેને આવા જઈ વાસ કરવાની વિનતિને માન્ય કરી.
અનેક મુનિઓથી અને શ્રાવક સમુદાયથી પરિવરેલા તિવ્યગુપ્ત આડમ્બર સાથે મિત્રથી શ્રાવકને ઘરે પધાર્યા. ઉચિત સન્માનપૂર્વક મિત્રશ્રી તેમને ગૃહપ્રવેશ કરાવ્યા. આચાર્ય મહારાજની સન્મુખ ગલી કરી, વદન કર્યું. વ્યાખ્યાન દવા વગેરેની સર્વવ્યવસ્થા કરી હતી એટલે જનસમૂહ પણ વિશાળ પ્રમાણમાં હાજર હતા. વ્યાખ્યાન આપવા પૂર્વે મિત્રશ્રીએ આચાર્ય મહારાજને કઈક આહારપાણ-વસ્ત્રપાત્રના લાભ આપવા વિનતિ કરી, ને તેઓએ કબૂલ કરી.
વહરાવવાની સર્વ સામગ્રી ત્યાં તૈયાર જ હતી. તે સર્વ મંગાવી મહારાજશ્રીને વહરાવવા લાગ્યા. મહારાજે વહારવા માટે પાત્ર ધર્યું એટલે શ્રાવકે મિષ્ટાન્ન વગેરે સર્વ બાધ વસ્તુના થાળ હાથમાં લઈ તેમાંથી એક એક કણ પાત્રમાં મૂક્યાં, પાણીનું એક બિન્દુ અને વસ્ત્રના નાકા ને તાકા હતાં છતાં તેમાંથી એક તાંતણે વહોરાવ્યા.
ભક્ત શ્રાવકના આવા વિચિત્ર વર્તનથી આશ્ચર્ય પામી તિષ્યગુપ્તાચાર્ય તેને કહેવા લાગ્યા કે- અરે શ્રાવક : આ તું શું કરે છે? આવા આડઅરપૂર્વક અમને અહીં આમંત્રી અમારી મશ્કરી કરે છે ! આટલા સમુદાયમાં આવું વર્તન કરવું એ શું ઉચિત છે?’ પ્રસંગ પામી મિત્રશ્રીએ કહ્યું કે—
ગુરુમહારાજ ! પદાર્થ માત્રને અતિમ અવયવ એ અવયવી છે, તેમાં જ સર્વસ્વ છે. એ આપને સિદ્ધાન્ત છે. દિવસે થયાં આપ અમને એ સમજાવે છે. આપના પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org