________________
દ્વિતીય નિદ્વવ તિગુપ્ત :
:૪૩:
પેાતાને સ્વત ́ત્ર સમુદાય જમાવ્યેા. ગ્રામાનુગ્રામ વિચરી પેાતાના વિચારો ફેલાવવા લાગ્યા. વિહાર કરતાં કરતાં તેઓ એકદા આમલકલ્પા નામે નગરીમાં પધાર્યાં. તે નગરી મનેહર ને વસ્તીથી ભરપૂર હતી. ત્યાંના લેાકેા ધર્મપ્રેમી અને મુનિઓના ભક્ત હતા. ભદ્રિક અને સમજુ જનના આગ્રહથી તિષ્યગુપ્ત ત્યાં ચિરવાસ વસ્યા, ને જનતાને પેાતાનુ મન્ત્રત્ર્ય સમાવવા લાગ્યા. મિત્રશ્રી નામે એક શ્રાવક ત્યાં રહેતા હતા. તેના હાડેહાડ અહિન્ત ધર્મથી રંગાયા હતા. શ્રી વીર પરમાત્માને તે અનન્ય ઉપાસક હતા. તેની શ્રદ્ધા અચલ હતી. તિષ્યગુપ્તાચાર્યના વ્યાખ્યાનમાં તે પ્રતિક્રિન જતા. આચાર્ય પાતાના પ્રભાવ જમાવવા વીતરાગ વચનથી વિપરીત શક્તિના વ્યય કરે છે, ને અનેક ભચૈાના ચિત્તને આવિજેત કી-ભાળવી ઊંધે રસ્તે દોરે છે, એમ તેને લાગ્યુ.
એક શક્તિસમ્પન્ન આચાર્યની શક્તિને આવેા દુરુપયેાગ દેખી તે શ્રાવકને દુ:ખ થયું. તેમને સહ્ય માર્ગે લાવવાની તીવ્ર તમન્ના તેના મનમાં જાગી, પરન્તુ શાસ્ત્રાર્થ-વાદ કરી હરાવવાની તેનામાં તાકાત ન હતી, તેથી આવા સમર્થ આચાર્યને ઠેકાણે લાવવા તે અનેક યુક્તિ-પ્રયુક્તિઆ વિચારતા હતા. એકદા તેને એક યુક્તિ સ્ફુરી એક ઉપાય સૂઝયા, ને તે અજમાવવાના તેણે નિર્ણય કર્યાં.
પ્રથમ કેવળ ઉપદેશશ્રવણુ માટે અને આવશ્યક વિધિવિધાન માટે તે ઉપાશ્રયે જતા હતા, તેને બદલે હવે વિશેષ જવા લાગ્યું. સેવા-શુશ્રષામાં વિશેષ ભાગ લેવા લાગ્યા. કાળક્રમે-સમય જતાં આચાર્યના અંગત વિશ્વાસુ ભક્ત બન્યા, એક દિવસ પ્રસ`ગ પામી તેણે આચાર્ય ને વિનતિ કરી કે મહારાજ ! એક દિવસ આપ મુનિપરિવાર સાથે મારે ત્યાં પધારી અમાને અને અમારા આવાસને પાવન કરે. ’ તેની
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org