________________
: ૪૨ :
નિવવાદ : તારી વિચારણા એવંભૂત નયને અવલમ્બીને જે હોય તે તે નયમાં દેશ-પ્રદેશ વગેરે વિભાગો જ નથી. તે નય વસ્તુમાત્ર જે સ્થિતિમાં હોય તે જ સ્થિતિમાં તેને નિરૂપે છે, એટલે તે નયથી સંપૂર્ણ આત્માને જ આત્મા માન જોઈએ. અન્તિમ પ્રદેશને આત્મા માનો એ એક ઔપચારિક વિચાર છે, વાસ્તવિક નથી. એમ કહી કદાચ તું તારું મન્તવ્ય સ્થિર કરવા પ્રયત્ન કરે છે તે પણ ઉચિત નથી. ઉપચાર કંઈક ન્યૂન પદાર્થમાં કરાય છે. આખું ગામ નાશ પામ્યું, આ સંપૂર્ણ વસા ફાટી ગયું વગેરે પ્રયોગ ગામ કે વસ્ત્રના મોટા ભાગને વિનાશ થયે હોય ત્યારે કરાય છે, નહિ કે ગામનું નાનું ઝુંપડું નાશ પામ્યું હોય કે વસ્ત્રને એક તાંતણે તુટ્યો હોય ત્યારે.
જુદા જુદા દૃષ્ટિબિન્દુઓથી વિચારતાં છતાં તારી વિચારણમાં અસંગતપણું કાયમ રહે છે માટે હે આયુમન્ ! એવી મિથ્યા વિચારણામાં મતિનો દુર્વ્યય કરે ત્યજી, પ્રભુ શ્રી મહાવીરસ્વામીના ત્રિકાલાબાય વચમાં શ્રદ્ધા રાખ.”
તિષ્યગુમને ગચ્છ બહાર કર્યા
પૂજ્ય ગુરુ મહારાજશ્રીએ એ પ્રમાણે ઘણી યુક્તિઓથી, મિષ્ટ વચનોથી તિષ્યગુમને સમજાવ્યા છતાં તે ન જ સમજ્યા, એટલે આચાર્ય મહારાજે વિચાર્યું કે-હાલ આ જીવને કઈ દુષ્કર્મને ગાઢ ઉદય થયો છે, અત્યારે આ કોઈપણ ઉપાયે સમજી શકે તેમ જણાતું નથી, તેને સમજાવવા વિશેષ પ્રયત્ન કરવા નિરર્થક છે, ને તેની સાથે સંબંધ રાખવે એ પણ ઉચિત નથી એટલે તેઓશ્રીએ તિષ્યગુરૂને ગચ્છ બહાર કર્યા.
. (૪) મિત્રશ્રી શ્રાવકથી પ્રતિબોધ
તિષ્યગુપ્ત શક્તિસમ્પન્ન હતા, છથી જુદા પડી તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org