________________
: ૪૧ ૧
દ્વિતીય વિ તિષ્યગુસ:
પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વસુસૂરિજી મહારાજે વિચાર્યું કે-મિથ્યાત્વના ઉદયે આ તિષ્યગુપ્ત સત્ય સમજી શકતા નથી ને બીજાના વિચારોને પણ ફેરવવા યત્ન કરે છે. તેને કાંઈક ઉપાય કરવો જોઈએ. સમજી જાય તે સૌથી સારું, નહિં તે પરનું વિશેષ અહિત ન કરે એમ કરવું જોઈએ. એ પ્રમાણે વિચારી તેઓશ્રીએ તિષ્યગુપ્તને બોલાવ્યા ને કહ્યું–
“ચિરંજીવ! તું અન્ય પ્રદેશને જ જીવ કહે છે તે શાથી? બીજા પ્રદેશે પણ અન્તિમ થઈ શકે છે. સર્વ પ્રદેશ સરખા સ્વભાવવાળા ને સમાન પ્રમાણુવાળા છે. જેમ તું અતિમ પ્રદેશને જ આત્મા કહે છે, તેમ પ્રથમ પ્રદેશને કેમ નથી કહેત? જે આત્માના પહેલા, બીજા વગેરે પ્રદેશમાં જીવત્વ ન રહેતું હોય તો તે છેલ્લા પ્રદેશમાં પણ ન રહે. રેતીના એક કણમાંથી તેલ નથી નીકળતું, તે ઘણું કણ ભેગા મળવાથી પણ તેલ નથી નીકળતું. તેથી એ નિયમ ફલિત થાય છે કે-અવયવીના એક એક અવયવમાં જે ન હોય તે અવયવના સમુદાયમાં પણ ન હોય. તે પછી છેલ્લા એક અવયવમાં તે કયાંથી જ હોય ? છેલ્લા પ્રદેશ સિવાયના બીજા પ્રદેશમાં દેશથી જીવત્વ છે ને છેલ્લામાં સર્વથી છે, એવી માન્યતા પણ યથાર્થ નથી. છેલ્લા પ્રદેશમાં અન્ય પ્રદેશ કરતાં કંઈપણ વિશેષતા નથી. તેથી એકમાં દેશથી ને એકમાં સર્વથી એમ કહી શકાય નહિં. આગમમાં પ્રથમ વગેરે પ્રદેશમાં આત્મત્વને નિષેધ કર્યો છે ને અન્તિમ પ્રદેશમાં નિષેધ નથી કર્યો માટે અન્તિમ પ્રદેશમાં જ આત્મત્વ રહે છે, એમ તાત્પર્ય ખેંચવું તે પણ યુકત નથી. આગમમાં તે એક વગેરે સંખ્યાથી આમત્વને નિષેધ છે, તેથી આગમની રીતિએ તો છેલ્લો પ્રદેશ પણ એક હોવાથી તેમાં પણ આત્મત્વ ન રહે. આગમમાં આગળ એ જ વસ્તુ સ્પષ્ટ સમજાય માટે કહ્યું છે કે-સંપૂર્ણ પ્રદેશવાળે આત્મા જ આત્મા કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org