________________
: ૩૬ :
નિહ્નવવાદ: પ્રદેશ ઉપર ઉપકાર કરે છે. એ ઉપકારકારિત્વ નામને બીજે વિશેષ છે. ૩. આગમમાં અતિમ પ્રદેશને બીજા સર્વ પ્રદેશ કરતાં જુદે–પૃથક્ કરી દર્શાવે છે. તેથી આગમપ્રતિપાદિત્વ એ ત્રીજો વિશેષ છે.
સ્થવિરો—તમે જે ત્રણ વિશેષતાઓ દર્શાવી, તેમાં પ્રથમ જે પૂરકત્વરૂપ વિશેષતા છે, તે ત્યારે જ ઘટી શકે કે આત્માનો અમુક એક પ્રદેશ અન્તિમ છે, એ નિશ્ચિત થાય; પણ તે જ સંભવતું નથી. જુદી જુદી અપેક્ષાએ સર્વ આત્મપ્રદેશ છેલ્લા આવી શકે, ને એ રીતે સર્વ પ્રદેશમાં પૂરકત્વ રહે, એટલે એ વિશેષતા કહેવાય નહિં. છતાં તમે અમુક એક પ્રદેશને અન્તિમ ગણાવતા હે તો તે કઈ રીતે ? આત્મપ્રદેશોની ગણત્રીએ કે આકાશપ્રદેશની ગણત્રીએ ?
તિષ્યગુપ્ત–ગણત્રી આત્મપ્રદેશની કરવામાં આવે છે માટે અમુક એક પ્રદેશમાં જે છેલ્લા પાનું નિર્ણિત થાય છે તે આમપ્રદેશની અપેક્ષાએ છે.
સ્થવિરે--ઠીક છે, એક-બે-ત્રણ એમ ગણત્રી કરતાં એક વખત અમુક પ્રદેશ છેલ્લે આવ્યા. પણ સદાને માટે તે પ્રદેશને છેલ્લા ગણું શકાય નહિં. ફરીથી ગણત્રા કરતાં તે ફરી જાય. આત્મા એ કંઈ અમુક સ્થિતિમાં જ સદાને માટે રહનાર પદાર્થ નથી. પાણીની માફક આભા ચળવિચળ થયા કરે છે. અત્યારે આમાનો જે પ્રદેશ પ્રથમ ગણાતો હોય તે ક્ષણ પછી મધ્ય ગણાય અને મધ્ય હોય તે છેલ્લે આવી જાય.
તિધ્યગુપ્ત–આત્મપ્રદેશ ચળવિચળ થયા કરે છે, પણ આત્માના આઠ પ્રદેશો એવા છે કે જેને કદી પણ ફેરફાર થતા નથી. તે આઠ પ્રદેશ હંમેશ એક જ સ્થિતિમાં રહે છે. તેમાં જે આઠમો તે સર્વ પ્રદેશની અપેક્ષાએ છેલ્લા મુકરર કરી શકાય ને એમ માનતા પૂર્વ કહેલ દ્વઘણું આવશે નહિં.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org