________________
નિહ્નવવાદ : જમાલિ! જે આત્માઓને કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું છે તે આત્માઓ ત્રણ કાળના સર્વ ભાવોને હાથમાં રહેલા નિર્મળ જલની માફક જાણે છે ને જુએ છે. તેથી ભીંત પાછળ-પર્વત પાછળ કે સ્તભ પાછળ શું છે? તે અજાણયું નથી હોતું. કઈ પણ વસ્તુથી તેમનું જ્ઞાન હંકાતું નથી, કોઈપણ રીતે તેમનું જ્ઞાન નાશ પામતું નથી. તમારું જ્ઞાન તેવું નથી, ક્ષણવાર પછી શું થવાનું છે કે ક્ષણ પહેલાં શું થયું હતું તે કહેવાની તમારામાં તાકાત નથી, તમારી પીઠ પાછળ શું છે ? તે પણ જાણવાની કે જેવાની તમારામાં શક્તિ નથી તો કેવળજ્ઞાન-દર્શનની કયાં વાત !
વળી છે. જમાલિ! તમને એવું જ મિથ્યાભિમાન હોય કે ના મને કેવળજ્ઞાન ને કેવળદર્શન છે તે હું તમને બે પ્રશ્નો પૂછું છું તેના ઉત્તર આપે.
પ્રશ્ન ૧-લેક શાશ્વત (નિત્ય છે કે અશાશ્વત (અનિત્ય) ? પ્રશ્ન ૨-જીવ શાશ્વત (નિત્ય) છે કે અશાશ્વત (અનિત્ય)
લબ્ધિસમ્પન્ન શ્રી ગૌતમસ્વામીજીનું ઓજસ્વી કથન સાંભળી જમાલિ વિચારમાં પડી ગયા. તેમના પિતાના જ્ઞાન, દર્શન વિષે શંકા થવા લાગી. વિચારમાં વ્યાકુળતા અનુભવવા લાગ્યા. પૂછેલા બન્ને પ્રશ્નોના ઉત્તરે મનમાં ખૂબ વિચાર્યા પણ કંઈ સૂર્યું નહિં. સ્યાદ્વાદદષ્ટિ કે એક બીજા નયની અવિરેાધી વિચારણું તે પિતે વેગળી કરી હતી, એટલે કંઈ પણ ઉત્તર આપતાં પોતાને બંધાઈ જવાને ભય લાગતું હતું. સમય વધતું હતું તે વિચારની ગુંચવણ પણ વધતી હતી. જમાલિ કંઈ ઉત્તર આપી ન શકયા ને લાબા સમય સુધી મૌન રહ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org