________________
પ્રથમ નિદ્ભવ જમાલિ :
: ર૭ : પરિવાર સાથે ભગવંત પાસે આવી, પાયશ્ચિત કરી પ્રભુ સાથે વિચારવા લાગ્યા.
પ્રભુ શ્રી મહાવીરસ્વામીજી સાથે જ માલિને સમાગમ, ભગવાનનું સમજાવવું, ને
જમાલિની નિર્ણવતા. સ્થવિર મુનિઓ તથા સાદવજી વગેરે ચાલ્યા ગયા એટલે જમાલિ વિશેષ પ્રયત્નો કરી પિતાને પન્થ વધારવાને મહેનત કરવા લાગ્યા. ડાઘણું જીવોને પિતાના વિચારમાં દેરવા લાગ્યા. અમુક જીવોને સમજાવવાને લીધે તેમનું અભિમાન પણ વધતું જ ગયું. એ અભિમાનમાંથી એક વખતે તેમને એમ થયું કે હું સાક્ષાત્ શ્રી મહાવીરને મળું અને એમના વચનો યથાર્થ નથી એમ સમજાવું તે મારા વિચારો અને મારી પ્રતિષ્ઠા ખૂબ વધે. એમ વિચારી, ચમ્યાનગરીમાં પ્રભુ જ્યાં વિરાજતા હતા ત્યાં આવ્યા. પછી પ્રભુની પાસે આવી બહુ દૂર નહિં અને બહુ સમીપ-નજીક પણ નહિ એવી રીતે રહીને પ્રભુને કહેવા લાગ્યા કે, “સ્વામિન ! આપના ઘણા શિષ્ય નિગ્રંથ મુનિઓ જેમને કેવળજ્ઞાન કે કેવળદર્શન ઉત્પન્ન નથી થયું એવા છઘસ્થ પર્યાયને અનુભવતા હશે ? પરંતુ હું તે શિ જે નથી, હું છઘસ્થ પર્યાયને અનુભવતો નથી. મને કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું છે, હું પૂજાને ગ્ય અન” છું, મેં રાગાદિને જિત્યા છે ને કેવળી પર્યાયને અનુભવું છું.”
જ્યારે જમાંલિ પ્રભુની પાસે આવી ઉપર પ્રમાણે ઉદ્ધતાઈથી કહેવા લાગ્યા ત્યારે શ્રી ગૌતમસ્વામીજી ત્યાં હતા. તેમણે જમાલિને કહ્યું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org