________________
: ૨૦ :
નિવવાદ :
સ્થ, મુ.–જે વસ્તુને તમને અનુભવ ન થાય તેને તમે મિથ્યા માનશે તે તમારે આત્મા, પરભવ, સ્વર્ગ, મેક્ષ વગેરે પદાર્થો-પ્રત્યક્ષમાં નથી આવતા માટે ન માનવા જોઈએ.
સર્વજ્ઞ પ્રભુના વચનથી માનતા હો તો દરેક ક્ષણે નવી ક્રિયા ને નવાં કાર્યો થાય છે એ સર્વજ્ઞ પ્રભુએ જાણ્યું ને જોયું છે ને તે જ પ્રમાણે પ્રરૂપ્યું છે, માટે માનવું જોઈએ. એટલું સૂક્ષ્મ જોવાની શક્તિ તમારા જ્ઞાનમાં નથી માટે તમને તે ન જણાય, પણ તેથી તે મિથ્યા છે એમ કહી શકાય નહિં.
જ–મુનિઓ ! મને ન જણાય કે ન સમજાય એવી કઈ વસ્તુ વિશ્વમાં નથી. આત્મા આદિ પદાર્થોને હું તર્કથી જાણ શકું છું. ક્ષણે ક્ષણે નવીન કાર્યો માનવામાં કોઈ પણ યુક્તિ ચાલતી જ નથી. જે ઘટ વગેરે કાર્યો માટે ક્રિયા અમુક સમયે થાય છે ને તે સમયે તે કાર્ય નિષ્પન્ન પણ થાય છે, તે દેખાતી ક્રિયાની શરુઆત ઘટ માટેની કેમ નથી ? શાથી પ્રથમ સમયે જ ઘટ વગેરે નથી બનતા ?
સ્થ, મુ–કારણ સિવાય કાર્ય ઉત્પન્ન થતું જ નથી. ઘટ પણ તેના કારણે મળે ત્યારે જ થાય. તમે જે પ્રથમ સમયે ઘટ કેમ નથી બનતો એમ પૂછે છે, પણ પ્રથમ સમયે તેના પરિપૂર્ણ કારણો હોય તો જ તે બને, કારણ નથી માટે નથી બનતો. તમારી માન્યતા પ્રમાણે ઘટ ૧૦૦ ક્ષણમાં કેમ થાય છે. શા માટે ક્ષણમાં નથી થતો ? ત્યારે તમારે પણ એ જ સમાધાન કરવું પડશે.
[ હવે જે પ્રસંગમાંથી આ વાદ શરુ થયે તે પ્રસંગને ઉદ્દેશીને સ્થવિર મુનિઓ જમાલિને સમજાવે છે. ]
તમને બતાવેલ યુક્તિઓ પ્રમાણે સંથારે પણ છેલ્લે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org