________________
પ્રથમ નિહ્નવ જમાલિ:
: ૧૯ : જ-મુનિઓ ! તે દિવસે તમને એમ લાગ્યું હશે કે આ સર્વ હું તાવના ઉપદ્રવથી વિપરીત કહું છું, પણ એ તમારા ભ્રમ છે. તે સમયે જે મેં કહેલ તે પણ સ્વસ્થતાથી જ કહેલ ને આજે ફરીથી પણ હું કહું છું તે વચનો કોઈપણ પ્રકારે સત્ય સંભવતા નથી.
મારો અનુભવ એમ છે કે માટી લાવવી, પલાળવી વગેરે સર્વ ક્રિયા કાળ તેમાંથી જે ચીજ બને તેને જ માન જોઈએ. કરાતું એ કરાયું માનનારને પહેલે સમયે તે ચીજ થવી જોઈએ એમ બનતું નથી; માટે તે દિવસે કહેલ મારા મતને આજે પણ હું વળગી રહું છું. - સ્થા, મુ–જેને જે વસ્તુની તીવ્ર આકાંક્ષા હોય, તેને તે વસ્તુ ન મળે ત્યાં સુધી તે પોતાના સર્વ પ્રયને તે વસ્તુ માટેના જ માને. એ પ્રમાણે તમે પણ વસ્તુની ઉત્પત્તિમાં આરંભથી વસ્તુ ઉત્પન્ન થાય છે ત્યાંસુધીના સર્વ પ્રયત્નો તે મુખ્ય વસ્તુના જ છે એમ માને છે, પણ એ મિથ્યાભાસ છે. અમુક વિચારના આવેશથી એમ જણાય છે. વિચારના આવશને દૂર કરી સ્થિરમતિથી વિચાર કરે તે તમને જણાશે કે માટી લાવવી વગેરે ક્રિયાથી આરંભી ઘટ ઉત્પન્ન થાય છે ત્યાંસુધી, ઘટમાં ઉપયેગી ને ઘટથી જુદા એવા બીજાં અનેક કા થાય છે.
જ–ઘટ થવાં પૂર્વે તેમાં કારણભૂત-શિવક-સ્થાસ-કેશકુશલ-કુટ-કપાલ-વગેરે થતાં હોય તે પણ ક્ષણે ક્ષણે નવી નવી ક્રિયાઓ અને નવાં નવાં કાર્યો થાય છે એ અનુભવમાં આવતું નથી. જેનો અનુભવ ન થાય, પ્રત્યક્ષ વિરુદ્ધ જણાય એ માનવું તેને હું મિશ્યા કહું છું; માટે જ “કરાતું એ કરાયું ' મિથ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
.
www.jainelibrary.org