SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ મન માટે હોતા જ લાગે : ૧૮ : નિવવાદ : સ્વતન્ત કાય માટે દેખાતી જુદી જુદી ક્રિયાઓ મિથ્યા પણ નથી ને ન દેખાવી જોઈએ એવું પણ નથી. તમે કહેલ પાંચે દોષ તમારી માન્યતા પ્રમાણેના મનઃકલ્પિત છે. વસ્તુસ્થિતિએ એ સવ તમને જ લાગે છે. સર્વર પરમાત્માના વચને કદી મિથ્યા હોતા નથી. એ તે ત્રિકાલાબાધ્ય-સત્ય હોય છે; માટે મિથ્યાભિનિવેશ-ખોટા આગ્રહને ત્યાગ કરી, સ્વીકારેલ માર્ગને અનુસરો. વિશેષ તમને શું કહીએ ? એ પ્રમાણે જમાલિ અને મુનિઓ વચ્ચે એક દિવસ વાર્તાલાપ ચાલે. પણ તેનું કંઈપણ ફળ આવ્યું નહિં, એટલે મુનિઓએ વિચાર્યું કે અત્યારે જ માલિને વર છે. જવરના આવેશમાં તેઓ ન સમજે પણ પછીથી સમજશે. ત્યાં સુધી આપણે થોભી જઈએ. પછીથી નહિં સમજે તે આપણે તેને ત્યાગ કરીશું. (૩) જમાલિને દુરાગ્રહ અને સ્થવિર મુનિએનું છૂટા થવું દિવસો જતાં જમાલિને આવેલ વર-તાવ ચાલે ગયે. પણ આવેલ મિશ્યામતિ ઘટી નહિં. શરીર સ્વસ્થ થયું પણ વિચારોમાં વિષમતા વધતી ગઈ. કેટલાક દિવસે બાદ સ્થવિર મુનિઓ અને જમાલિ વચ્ચે ફરીથી “કરાતું એ કરાયું ” એ વિષયમાં વાર્તાલાપ થયે, તે નીચે પ્રમાણે. સ્થ. મુ–આપ જ્યારથી જવર આવ્યા ત્યારથી “કરાતું અ કરાયું” વગેરે વચનમાં અશ્રદ્ધાવાળા થયા છે. હવે આપ સ્વસ્થ થયા છે તે એ વચનોને સ્વસ્થતાપૂર્વક વિચારો અને અમને સમજાવો કે શાથી એ વચનોને આપ નથી સ્વીકારતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy