________________
પ્રથમ નિરવ જમાલિ:
: ૧૭ : આગ્રહ જો તમે રાખતા છે તે તમારે મને તે ક્રિયાઓમાંથી ઘટ જ થવું જોઈએ. પણ એમ કાંઈ બનતું નથી. તે ક્રિયાઓમાંથી ગાગર, તાવડી, કુલડી, ઢાંકણ વગેરે અનેક ચીજો બને છે. અનેક કાર્યોની તે ક્રિયા છે માટે અનેક ચીજો થાય છે. એમ કહેવું પણ યથાર્થ નથી. અનેક એ કાંઈ અનુગત શબ્દ નથી, એટલે ગમે તે ઉત્પન્ન થાય ને એમ માનતાં ઘણું જ અવ્યવસ્થા થાય.
જ–ક્રિયા કદી નિષ્ફળ થતી નથી, ક્રિયા કંઈ ને કંઈ કાર્ય ઉત્પન્ન કરે જ છે. મારે મતે કરાતું એ કરાયું માનનારને પ્રથમ સમય પછી કાંઈ કરવાપણું રહેતું નથી. એટલે પ્રથમ સમય બાદ જે ચાલુ ક્રિયા છે, તેનું ફળ કાંઈ નથી. ક્રિયાની નિષ્ફળતારૂપ એ દેષ એ પ્રમાણે સંભવે છે.
પાંચમો દેશ પણ એવા જ પ્રકારનો છે. પ્રથમ સમયે કાર્ય થઈ ગયું તે પછીથી ક્રિયા ન દેખાવી જોઈએ. “માતા કિ ' (કિયા કાર્ય સુધી જ રહે છે) કાર્ય થયા બાદ ક્રિયા પણ પૂર્ણ થઈ જાય છે. પ્રત્યક્ષ દેખાતી ક્રિયાને મિથ્યા માનવી જોઈએ અથવા એ કિયા જ ન દેખાવી જોઈએ. એ દેષ કરાતું એ કરાયું માનનારને આવે છે.
સ્થ. મુ.–દરેક સમયની ક્રિયાનું કાર્ય સ્વતંત્ર છે. તમે એક જ કાર્ય માટે અનેક સમય ચાલતી ક્રિયા માને છે. માટે તમને ક્રિયા અફળ લાગે છે, પણ દરેક સમયની ક્રિયા દરેક સ્વતંત્ર કાર્યને કરે છે માટે નિષ્ફલ નથી. ને એ જ પ્રમાણે પિતાના સમયમાં પિતાનું કાર્ય કરી તે તે ક્રિયા વિરામ પામી જાય છે–આગળ ચાલતી જ નથી. એટલે પછીના સમયમાં જણાતી ક્રિયાઓ પહેલાની ક્રિયાઓથી જુદી ને સ્વતંત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org