________________
પ્રથમ નિતવ જમાલિઃ
: ૨૧ : સમયે જ પથરાય છે અને પથરાયેલ છે. પણ પૂર્વના કાળમાં તે સંથારાને ચગ્ય જુદા જુદા આકાશપ્રદેશમાં જુદા જુદા વસ્ત્ર પાથરવારૂપ કાર્યો થાય છે. સંથારો કરવારૂપ કાર્યનો કાળ દીર્ઘ-લાઓ નથી, પણ એક જ સમયને છે.
જ-અમુક વચ્ચે પાથરવા તેનું નામ સંથારો કહેવાય. તે સંથારે છેલ્લે સમયે જ શરુ થાય છે એમ કેમ મનાય ? છેલ્લે સમયે એક સાથે સર્વ વ પથરાતાં નથી. પ્રથમ વસ્ત્ર પાથરવાના કાળથી છેલ્લું વસ્ત્ર પથરાય છે ત્યાં સુધી કાળ તે એક સમયને નથી પણ તેમાં તે અસંખ્યાતા સમયે આવે છે.
એમ છતાં એટલું માની શકાય કે જે જે સમયે જેટલાં જેટલાં વ પથરાયાં છે તેટલે તેટલે અંશે સંથારો થયો છે પણ સામાન્યપણે સંથારો થયે છે એમ માની કે કહી શકાય નહિં.
સ્થ. મુ-જમાલિ! તમે કહે છે તે ઠીક છે, પણ તે ક્યારે? જ્યારે આ સર્વ વચને વ્યવહારને આધારે આપણે વિચારીએ. વ્યવહારનયથી કાર્ય દીર્ઘકાળે ઉત્પન્ન થાય છે. થોડું કાર્ય થયું હોય અને થોડું થવાનું બાકી હોય ત્યારે એટલે અંશે થયું હોય, તેટલે અંશે થયું છે, ને જેટલે અંશે થવાનું બાકી હોય તેટલે અંશે થવાનું છે. એમ કહેવાય છે.
સંથારો પણ જેટલે પાથર્યો હોય તેટલું જ પાથર્યો છે ને જેટલે બાકી હોય તેટલે પાથર બાકી છે. સંપૂર્ણ પથરાય એટલે પાથર્યો છે, એમ વ્યવહારનય કહે; પરંતુ વ્યવહારનયની માન્યતાને આધારે ત્રાજસૂત્રનયની માન્યતા મિથ્યા છે એમ કહેવાય નહિ.
સર્વજ્ઞ પ્રભુશ્રી મહાવીર સ્વામી પરમાત્માએ પ્રરૂપેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org