________________
: ૧૦ :
નિવવાદ : ૪૮ કઈ પણ પદાર્થ ઉપર રાગ-દ્વેષ ન કરતાં સમભાવ કેળવ એ જ પરમપદ પામવાનો પવિત્ર પન્થ છે.
૪૯ ઘણી વખત મોટાઓ એમ માને છે કે પોતે જે કાંઈ જાણતા કે કહેતા હોય તે સર્વ યથાર્થ જ છે.
૫૦ શાસ્ત્ર વિરુદ્ધ જઈને શાસનની અલ્પજીવી શોભા વધારવાથી શું ?
૫૧ આચાર-વિચારની સારી છાપ પડશે તો જ આપણું પક્ષમાં જનતા દોરવાશે.
પર ગુણદોષ સમજાયા વગર ક્રિયાઓમાં રસ લો કાળ ટકતો નથી.
પ૩ જેટલો પ્રમાદ અલ્પ લેવાય તેટલે લાભ છે.
૫૪ મૂળમાંથી સડે ન નીકળે ત્યાં સુધી ઉપર ઉપરના ઉપચારથી શું વળે?
પપ અસમંજસ આચાર કરતાં અસમંજસ વિચાર શું આ છે ભયંકર છે?
૫૬ મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે. ૫૭ શક્તિ સરલતાથી શેભે છે. ૫૮ નમ્રતા વિદ્વત્તાને દીપાવે છે. ૫૯ લઘુતાથી પ્રભુતા પ્રકાશે છે. ૬. વિનય સકલ ગુણનું ભૂષણ છે.
૬૧ ભૂલને ભૂલ તરીકે સમજવી, સમજ્યા પછી તેને સર્વ સભા સમક્ષ કબૂલ કરી સુધારવી, ને પ્રાયશ્ચિત્તપૂર્વક પવિત્ર થવું એ સરલતા સિવાય કદી ન બને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org