________________
વિચારસૌરભ:
: ૩૦૯ : ૩૭ છવાની ક્રિયા વગેરે સર્વ વ્યવહાર નયને અનુસરીને ચાલે છે.
૩૮ વિશુદ્ધ મનથી અજાણતા કંઈક અશુદ્ધ આચરણ થાય તે પણ તે વિશુદ્ધ જ છે.
૩૯ અશુદ્ધ અને વિશુદ્ધ આચરણ તે અશુ પદ્ધ છે.
૪૦ વિચાર કર્યા વગર હા-એ-હા કરી ચલાવવામાં આવે તો ઘણી વખત મોટા ભૂલતા હોય તે તે ભૂલની પરંપરા એમ ને એમ જ ચાલુ રહે છે.
૪૧ ઘણી વખત સમજુ પણ આગ્રહવશ માર્ગ ચૂકી જાય છે.
૪૨ જીદ્દ એવી વસ્તુ છે કે તે પકડ્યા પછી છોડવી બહુ મુશ્કેલ છે.
૪૩ સ્યાદ્વાદી એટલે “આ પણ સાચું ને તે પણ સાચું, આયે ખરું ને તેયે ખરું” એમ અવ્યવસ્થિત નથી.
૪૪ સ્યાદ્વાદ એક દષ્ટિને દૂર કરીને અનેક દૃષ્ટિએ વસ્તુને જોવાનું કહે છે.
૪૫ સ્યાદ્વાદ જેમ મિયા આગ્રહને છોડાવે છે, તેમ સંશયવાદને પણ નિરાસ કરે છે.
૪૬ સ્યાદ્વાદને સ્વીકાર્યા સિવાય એવકારથી (જકારથી) વાત કરનાર ક્ષણવારમાં ચૂપ થઈ જાય છે.
૪૭ સંસાર ક્ષણિક છે એમ સર્વ કઈ માને છે. ત્યાગ કરવા ચગ્ય છે તે પણ સર્વસમ્મત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org