________________
પ્રથમ નિરવ જમાલિ :
: ૧૫ : તે પણ કરાયું કરાતું ” એ માનતાં ક્રિયાને વિરામ જ નહિ થાય. તમે ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ એક જ સમયને માને છે એ પ્રત્યક્ષ વિરુદ્ધ છે. - ક્રિયા શરુ થયા પછી લાંબા કાળ સુધી તેં પ્રત્યક્ષ દેખાય છે. પ્રથમ સમયે કાર્ય કરાતું હોવાથી કરાયું ને બીજે ત્રીજે સમયે પણ કિયા તે ચાલુ છે. આ ક્રિયા શાન્ત ત્યારે જ થાય કે જ્યારે કાર્ય પૂર્ણ થાય, પણ પ્રથમ સમયે થઈ ગયેલ કાર્યને હવે પૂર્ણ થવાપણું છે નહિ માટે ચાલુ ક્રિયા ચાલ્યા જ કરશે. એને વિરામ જ નહીં થાય માટે કરાયું-કરાતું” માની શકાય નહિ.
સ્થ, મુ.–જે પ્રથમ સમયે કાર્ય થયું માની પછીના સમયમાં તમે ક્રિયા ચાલુ રહે છે એમ માને છે. એ “કરાતુંકરાયું ” એ વાક્યનો આશય સમજ્યા વગરનું છે. જ્યાં સુધી આ થતાં કાર્યોને સ્થલ દૃષ્ટિથી તમે જોશે ત્યાં સુધી તમે આ
ગુપ્ત હોય છે ત્યારે દેખાતા નથી પણ બહાર નીકળે છે ત્યારે દેખાય છે, તે જ પ્રમાણે કાર્ય કારણ દશામાં ગુપ્ત હોય છે ત્યારે દેખાતું નથી પણ વ્યક્ત થાય છે ત્યારે દેખાય છે.
પં. પદ્મવિજયજી મહારાજે શ્રી પાર્શ્વનાથ પ્રભુના સ્તવનમાં કહ્યું કે-“આવિર્ભાવથી તુજ સયલ ગુણ માહરે પ્રચ્છન્ન ભાવથી જોય” એ કથન પણ ઉપરના જ વિચારને જણાવે છે.
અસરકાર્યની ઉત્પત્તિ માનનારને આકાશનું ફૂલ, સસલાને શીંગડાં, વધ્યાપુત્ર, રેતીમાંથી તેલ, કાચબાનું દૂધ, વગેરેની ઉત્પત્તિ પણ માનવી પડશે. જેમ ઘટ અવિદ્યમાન--અસત્ છે તેમ આકાશના ફૂલ વગેરે પણ અવિવમાન-અસત છે.
અવિવમાન-કાર્ય ઉત્પન્ન નથી થતું એમ માનનારને કંઈ પણ દૂષણું આવતું નથી માટે સત્કાર્યવાદ માન જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org